સોના અને ચાંદી ના ભાવ માં થયો મોટો ધડાકો ! સોનુ-ચાંદી ખરીદતા પહેલા જાણો આજના ભાવ…
આખા વિશ્વ માં આજે એક વાત ખાસ ચર્ચા નો વિષય છે. તે છે રશિયા અને યુક્રેન નું ચાલતું યુદ્ધ. આ યુદ્ધ ઘણા મહિનાઓ વીતી ગયા છતાં પણ હજુ સુધી બંધ થયું નથી. આ યુદ્ધ થી વિશ્વ ના વેપાર ધંધા પર ખુબ જ માઠી અસર પડે છે. અને આની અસર ભારત માં પણ જોવા મળે છે. જેમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં વધારો નોંધાતો જ રહે છે. અને હવે સોના-ચાંદી માં પણ આની અસર જોવા મળી છે.
હાલમાં જ G-7 દેશો ના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો એકબીજા ને મળ્યા. એમાં રશિયા માંથી સોના અને ચાંદી ની આયાત પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાતા એની અસર ભારત માં પણ બજાર માં થઇ. મંગળવારે સોના અને ચાંદી ના ભાવ માં ઉછાળો નોંધાયો છે. જેમાં સોના ના વાયદાના ભાવ 51-હજાર ની નજીક પહોંચેલા છે. અને ચાંદી ના ભાવ 60-હજાર ને પાર પહોંચી ગયો છે.
મલ્ટીકોમોડિટી પર મંગળવારે એટલે કે આજે 24-કેરેટ સોના ની કિંમત વાયદા બજાર માં 163 રૂપિયા વધી ને 50,812 રૂપિયા પ્રતીગ્રામ પહોંચી ગયો છે. જે પહેલા સોનાનો કારોબાર 50,606 રૂપિયા ના સ્તર પર હતો. સોનુ અગાઉ ના બંધ ભાવ થી 0.32 ટકા ના વધારા ના ટ્રેડ થઇ રહ્યું છે.
ચાંદી ની વાત કરવામાં આવે તો, ચાંદી નો ભાવ 60,000 ને પાર પહોંચી ગયો છે. એમ.સી.એક્સ પર વાયદાની કિંમત 199 રૂપિયા વધી ને 60,145 રૂપિયા પ્રતિગ્રામ પહોંચી ગઈ છે. અગાઉ ચાંદી નો કારોબાર 59,760 પર થયો હતો. ચાંદી ના પાછળ ના બંધ ભાવ થી 0.33 ટકા વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે.
આમ સોના ચાંદી ના ભાવ માં ઉછાળો નોંધાતા બજાર માં માઠી અસર થવા પામી છે. વૈશ્વિક બજારમાં સોનાની હાજર કિંમત $1,825.65 પ્રતિ ઔંસ હતી, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.12 ટકા વધુ છે. એ જ રીતે, ચાંદીનો હાજર ભાવ 21.19 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.15 ટકા વધુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!