દિલ્હી વાળી ઘટના ફરી નોઈડા માં બની એક કારે યુવાન ને ટક્કર મારી 500-મીટર સુધી ઢસડ્યો ત્યારબાદ કાર ને,
દિલ્હીમાં હાલમાં જે ઘટના બની હતી તેમાં એક યુવતીની લાશને કારથી દૂર સુધી ઢસડીને લઈ જવામાં આવી હતી. એવી જ ઘટના હાલ ફરી નોઈડા થી સામે આવી છે. જેમાં એક સ્વીગી ડીલીવરી બોય તરીકે કામ કરી રહેલા યુવકની સાથે આવી ઘટના બની છે. જેમાં જાણવા મળ્યું કે 1 જાન્યુઆરીના રોજ નોઈડા ના સેક્ટર 14 ફ્લાય ઓવર પાસે એક કારે ડિલિવરી બોય કૌશલ ને ટક્કર મારી હતી.
અકસ્માતની ઘટના બાદ કાર કૌશલ ને 500 મીટર સુધી ઢસડી ને લઈ ગઈ હતી. ત્યારબાદ ડ્રાઇવર આગળ જઈને કાર રોકી અને ત્યારબાદ ડ્રાઇવર કાર અને કૌશલની લાશને ત્યાં છોડીને નાસી ચુક્યો હતો. કૌશલ ઈટાવા નો રહેવાસી છે તે નોઈડા અને દિલ્હી વચ્ચે ફૂડ ડિલિવરી નું કામ કરતો હતો. જાણવા મળ્યું કે કૌશલ ના ભાઈ અમિત કુમારે જ્યારે તેના ભાઈ કૌશલને 1 જાન્યુઆરીએ ફોન કર્યો હતો ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો.
તેને કહ્યું હતું કે હું ઓલા કારનો ડ્રાઇવર બોલું છું. તમારા ભાઈનો અકસ્માત થયો છે. અજાણ્યા વાહને તેને ટક્કર મારીને શનિ મંદિર રોડ સુધી ઢસડીને લઈ જવાયો છે. આ બાબતની જાણ થતા મૃતક કૌશલ ના ભાઈ અમિત કુમારે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ શનિ મંદીર રોડ ઉપર પહોંચી હતી. જ્યાં કાર અને કૌશલની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી.
મૃતક કૌશલ ના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. તે છેલ્લા એક મહિનાથી સ્વિગીમાં ડિલિવરી બોય તરીકેનું કામ કરતો હતો. આમ ફરી આવી ઘટના બનતા આ ઘટનાની ભારે ચકચાર મચી જવા પામી છે. આજકાલ લોકો બેફામ રીતે વાહનો ચલાવતા હોય છે. ક્યારે કોને અડફેટે લઈ લે તે કંઈ જ નક્કી હોતું નથી. લોકો ઘરેથી પોતાના કામ અર્થે નીકળતા હોય છે. પરંતુ ઘરે પાછા ફરશે જ તેની કોઈ ગેરંટી હોતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!