Gujarat

પારડી માં રહેતા ડેન્ટલ ડોક્ટર પડદા ની પાઇપ સાથે લટકી મોત ને ભેટ્યા. પરંતુ આ બાબતે પોલીસે એવું કહ્યું કે…

Spread the love

ગુજરાત માં આપઘાત ના કિસ્સાઓ વારંવાર સામે આવતા જ રહે છે. ક્યારેક કોઈ ની પરિસ્થિતિ નબળી હોય એટલે મોત ને ભેટતા હોય છે. પરંતુ હાલ પારડી માંથી એક ડોક્ટરે પોતાના ઘરે ગળાફાંસો ખાય ને આપઘાત કરી લીધો છે. પારડી માં રહેતા ડો.અંકિત પ્રવિણસિંહ દેસાઈ એ પોતાના ઘરે ગળાફાંસો ખાય લીધો હતો. અને તેની પત્ની પણ ડોક્ટર છે. ડોક્ટરે શા કારણે ગળાફાંસો ખાધો તે હજુ રહસ્ય છે.

વધુ વિગતે જાણવા મળ્યું કે, પારડી માં ‘નૈત્ર દન્ત આઈ એન્ડ ડેન્ટલ’ હોસ્પિટલ ના ડો.અંકિત પ્રવિણસિંહ દેસાઈ કે જેની ઉમર 35 વર્ષ છે. અને તેની પત્ની ડો.નિરાલી દેસાઈ પણ ડોક્ટર જ છે. તે બન્ને તેના હોસ્પિટલ ની સામે ના જ બિલ્ડીંગ ના એ વિંગ માં રહે છે. અંકિત ના માતા-પિતા વલસાડ માં રહે છે. ડો. અંકિત અને તેની પત્ની માતા-પિતા ને ત્યાં ક્યારેક આંટો મારતા હતા.

આ બનાવ શુક્રવારે રાત્રે બન્યો હતો.અડધી રાત્રે પત્ની નિરાલી દેસાઈ ઊંઘ માંથી જાગી તો તેના પતિ ને જોયા નહિ. આથી તે બીજા રૂમ માં ગઈ તો ત્યાં તેના પતિ પડદા ના પાઇપ સાથે દોરી બાંધીને તેની સાથે ફાંસો ખાધેલી હાલત માં મળ્યા હતા. આ બાબત ની જાણ તેમની બહેન ને કરતા બહેન ના પતિ ડો.અમિતસિંહ દોડી આવ્યા હતા. અને પોલીસ ને જાણ કરી હતી.

પરંતુ, એક પડદા ના પાઇપ ની સાથે ફાંસો લગાવી ને ગળાફાંસો ખાવો એ વાત કેમ બને? કારણ કે પડદા નો પાઇપ તો સાવ હળવો હોય છે. તેમાં કોઈ કઈ રીતે લટકી શકે? આ બાબતે અસમંજસ છે. પરંતુ ત્યારબાદ પોલીસે પ્રાથમિક તપાસ માં જણાવ્યું કે, આ મોત પાર્ટીઅલ હેંગિંગ હોય શકે. જેમાં કોઈ વ્યક્તિ ફાંસા પર લટકાય જાય તો તેમાં તેના માથા નું જ સંકુચિત બળ કામે લાગતું હોય છે. અને લાશ ને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *