સુરત માં શ્વાન નો આંતક ! ઘર બહાર રમી રહેલ બાળકી પર શ્વાને કર્યો ભયંકર હુમલો. ભૂખ્યા વરુ ની જેમ બાળકી પર, જુઓ વિડીયો.
ગુજરાતના લગભગ મોટા બધા શહેરોમાંથી રખડતા ઢોરની અડફેટે આવતા ઘણા બધા લોકોના મોતના સમાચારો સામે આવતા હોય છે. રખડતા ઢોરોની સાથે હવે શ્વાનો પણ હુમલા કરવામાં પાછા પડતા નથી. સુરત શહેરમાંથી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક શ્વાને એક નાની બાળકીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી.
વધુ વિગતે વાત કરીએ તો સુરત શહેરના અશ્વિનીકુમાર કુલપાડા વોર્ડ નંબર પાંચમાં આવેલી સોસાયટીના ગેટ પાસે એક બાળકી રમી રહી હતી. ઘરની બહાર રમી રહેલી બાળકી દોડતા દોડતા જઈ રહી હતી. એવામાં એક શ્વાન ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. બાળકીને જોઈને શ્વાને તેની ઉપર ગંભીર રીતે હુમલો કરી દીધો હતો. બાળકીને 20 સેકન્ડ સુધી ખૂબ જ ગંભીર ઈજાઓ પહોચાડી રહ્યો હતો. શ્વાને બાળકીને જમીન ઉપર પછાડી દીધી હતી.
બાળકી શ્વાન ના કબજામાંથી છૂટવા બૂમાબુમ કરી રહી હતી. એવામાં એક મહિલા તેની મદદ માટે દોડી આવ્યા હતા. મહિલાએ બાળકીને શ્વાન ના કબજામાંથી છોડાવી અને લઈ જઈ રહ્યા હતા. એવામાં શ્વાને મહિલા ઉપર પણ ગંભીર રીતે હુમલોક કરી દીધો હતો અને મહિલાને પણ બચકુ ભરવા લાગ્યો હતો. આ ઘટના બાદ આજુબાજુમાં રહેલા લોકો દોડી આવ્યા હતા અને ત્યાં શ્વાન નાસી છૂટયો હતો.
સુરતમાં રખડતા શ્વાને 20 સેકંડ સુધી માસુમ બાળકીને બચકા ભર્યા, બચાવવા આવેલી મહિલાને પણ ન છોડી (LIVE CCTV)#surat #Straydog #babygirl #attack #livecctv pic.twitter.com/lcwB6wgAK7
— Watch Gujarat (@WatchGujarat) January 9, 2023
આ ઘટના બાદ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શ્વાને બાળકીના ગાલ ઉપર બચકાઓ ભરી દેતા બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો બીજી તરફ આ બાબતે રહીશો એ મનપાને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ શ્વાનને પકડવાની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ભારે જાહેમત બાદ શ્વાનને પકડી પાડવામાં આવ્યું હતું. આ શ્વાન હડકાયું હોવાથી તે લોકો ઉપર હુમલાઓ કરતું હતું. શ્વાન પકડાઈ જતા રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!