સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જંગલી પશુ, પ્રાણીઓ ના વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. ક્યારેક ક્યારેક જંગલી પશુ, પ્રાણીના વિડીયો માં જંગલી પશુ પ્રાણી એવી મુસીબતોમાં ફસાઈ જતા હોય છે કે જેને જોઈને આપણે પણ ગભરાઈ જતા હોઈએ છીએ. એવો જ એક વિડીયો હાલ ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે.
આ વિડીયો એક ઘોડાનો છે વીડિયોમાં જોવા મળે છે તેમ કે રેલવે ટ્રેક ઉપર એક ગાડી સામેથી આવતી હોય છે અને બીજી ગાડી બીજી તરફ જતી હોય છે. આ બે ગાડીઓ સામ સામે આવી રહી હોય છે તેવામાં એક ઘોડો કે જે આ બે રેલગાડીઓની વચ્ચે ફસાઈ જાય છે અને ઘોડાઈએ પોતાનો જીવ બચાવવા એડી ચોટી જોર લગાવી દીધું હતું. સામાન્ય રીતે આપણે જો કોઈપણ જગ્યાએ આવી રીતે ફસાઈ જઈએ તો હિંમત હારી જતા હોઈએ છીએ.
પરંતુ આ ઘોડાની હિંમતને દાદ દેવી પડે કે જે હિંમત ના હાર્યો અને અવિરત રીતે તે રેલવે ટ્રેક ઉપર દોડતો જોવા મળતો હતો અંતે ઘોડાને પોતાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ સામેથી આવતી બે રેલ ગાડીઓની વચ્ચે ઘોડો પોતાનો જીવ બચાવવા ખૂબ જ ઝડપથી દોડી રહ્યો છે અને રેલગાડીમાં બેસેલા લોકો ઘોડાને આ માટે પ્રોત્સાહન પણ આપી રહ્યા છે અને ઘોડા નો વિડીયો પણ ઉતારી રહ્યા છે.
આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે અને આ વીડિયોને લોકો ખૂબ જ તારીફ કરી રહ્યા છે. આ વીડિયોને જે કી યાદવ નામના ટ્વિટર યુઝરે પોતાના ટ્વિટર પર શેર કરેલો છે લોકોને પણ આ વીડિયોમાંથી ઘણી બધી પ્રેરણા મળે છે કે ક્યારેય પણ મુસીબતો માંથી હિંમત હારવી ન જોઈએ અને મુસીબતોનો નીડર રહીને સામનો કરવો જોઈએ. આવા રોજબરોજ અનેક વિડીયો સોશિયલ મીડિયા ના સહારે આપણે નિહાળતા હોઈએ છીએ.
वो बच गया क्योंकि न मुड़ा और न ही रुका बस भरोसे के साथ दौड़ता गया। pic.twitter.com/gTZAJAhxRY
— Jaiky Yadav (@JaikyYadav16) November 16, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!