સુરતમાં મીત્રએ જ કરી મિત્રની હત્યા!! હત્યાનું કારણ જાણી તમારા હોશ ઉડી જશે,લાકડાના આડેધડ ઘા ઝિક્યાં…
આપણે જાણીએ છે કે, ધોળે દિવસે કે જગ જાહેર હત્યાના બનાવો તો અનેકવાર બનતા હોય છે, ત્યારે હાલમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ હત્યાના બનાવમાં આરોપી એ વ્યક્તિ નીકળો કે જાણીને તમને પણ આશ્ચય થશે, વાત જાણે એમ છે કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં જ ત્રણ દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે મનપા ગાર્ડનમાંથી ગત 18મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમય દરમિયાન બેભાન લોહીથી લથપથ હાલતમાં યુવક મળી આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો પણ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતોમૃતક યુવક તા 18 તારીખના રોજ ગાર્ડનમાં ચાર મિત્રો ફરવા ગયો હતો.
દરમિયાન મિત્રો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી મિત્રોએ માથામાં લાકડાના ફટકા વડે કલ્લુ ઉપર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સીસના આધારે હત્યા કરનાર મિત્ર અમાવસ રામ પરવેશ મહંતો નામના શખસને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપી એ કબૂલ કર્યું કે,મૃતક કુલ્લુએ મિત્ર અમાવસને દુકાનેથી સિગારેટ લેવા જવાનું કહ્યું હતીપરંતુ આરોપી અમાવસ મહંતોએ સિગારેટ લેવા જવાનો ઇનકાર કર્યો હતો. જેથી બંને વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. આ કારણે આરોપીએ જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો. આપોતાના મિત્રને જાનથી મારી નાખવાનો કોઈ તેનો ઇરાદો ન હતો પણ ઝઘડાનો કરુણ અંજામ આવ્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.