બાળકો સાથે ગેરકાયદેસર અમેરિકા ની બોર્ડર પાર કરી અમેરિકા માં ઘુસતા ગુજરાતી પરિવાર ની હાલત થઇ કપોડી. જુઓ વિડીયો.

આપણા ભારતમાંથી અનેક લોકો વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યા હોય છે. ખાસ કરીને આખા ભારતમાંથી ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાંના સૌથી વધુ લોકો વિદેશમાં જઈને વસે છે. પરંતુ ક્યારેક વિદેશમાં જતા લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા પણ ઝડપાતા હોય છે. થોડા સમય પહેલા જ મહેસાણા જિલ્લાના છ યુવાનો કેનેડા બોર્ડર ઉપરથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા ઝડપાયા હતા.

અને થોડા સમય પહેલાં એક આખો પરિવાર બોર્ડર પાર કરી રહ્યો હતો. ત્યારે વિદેશમાં હૃદય થીજવતી ઠંડીમાં આખેઆખો પરિવાર હમાઈ ગયો હતો. અને ફરી કંઈક એવી જ ઘટના નો વિડીયો હાલ સામે આવ્યો છે. જેમાં એક ગુજરાતી પરિવાર મેક્સિકોની સરહદ પાર કરીને અમેરિકામાં જવાની ફિરાકમાં હતો. આ સરહદ પાર કરતી વખત નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે આખેઆખો પરિવાર સરહદ પાર કરીને અમેરિકા દેશમાં ગેરકાયદેસર રીતે જવાની તૈયારીમાં હતો. વીડિયોમાં સાંભળી પણ શકાય છે કે આ પરિવારના સભ્યો ગુજરાતીમાં વાતો પણ કરી રહ્યા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ બોર્ડર પાર કરતી વખતે લોખંડની કાંટા વાળી વડ ને ગમે તેમ આઘી પાછી કરીને તે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસતા હતા.

પરંતુ આ વીડિયો ને આધારે આ તમામ લોકોને ઝડપી પાડવામાં આવેલા છે. અને આ બાબતે ગુજરાત પોલીસને જાણ પણ કરવામાં આવેલી છે. આ વિડીયો વાયરલ થતાં જ લોકો અનેક તર્કવિતર્ક રજુ કરી રહ્યા છે. પોતાના જીવની સાથે પોતાના બાળકોના જીવ પણ જોખમમાં મૂકીને આ લોકો ગમે તે રીતે અમેરિકા દેશમાં વસવાટ કરવા માટે જોર લગાવતા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.