રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક મનોરંજનથી ભરપૂર વિડિયો વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયા મનોરંજનથી ભરપૂર એક દુનિયા છે. ખાસ કરીને ભારતમાં હવે લગ્ન ની સિઝન શરૂ થવા જઈ રહી છે એવામાં લગ્નના વિડીયો હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવા લાગ્યા છે. લગ્ન એક એવો પ્રસંગ છે કે જેમાં નાના મોટા સૌ મન મૂકીને ડાન્સ કરતા હોય છે.
અને ખાસ કરીને હવે તો લગ્નમાં ડીજે ને મંગાવવામાં આવતું હોય છે જેના ગીત ઉપર લોકો પોતાના પગને થનગનતા રોકી શકતા હોતા નથી. એવો જ એક વિડીયો હાલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર થયેલો જોવા મળે છે જેમાં જોવા મળે છે કે નાના મોટા સૌ લોકો ડીજેના તાલે ઝૂમતા હોય છે. એવામાં એક મોટી ઉંમરના બે વૃદ્ધો પણ પોતાની જાત ને રોકી શકતા હોતા નથી અને તે એવો ડાન્સ કર્યો કે જોવા વાળા ના પણ ઉડી ગયા હતા હોંશ.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વાઘોડો ચાલી રહ્યો છે અને બધા ડાન્સમાં વ્યસ્ત છે. ડીજે પર યુવાનો ડાન્સ કરી રહ્યા છે ત્યારે બે કાકાઓ પણ ડાન્સ કરવા માટે ફ્લોર પર કૂદી પડ્યા હતા. જ્યારે એકે બીન બનાવીને વાસણ વગાડવાનું શરૂ કર્યું તો બીજો નાગની જેમ જમીન પર સરકવા લાગ્યો. અંતે, આપણે જોઈશું કે બંને એકબીજાને કરડવાથી ત્યાં જ બેહોશ થઈ ગયા.
આમ આ વીડિયોને લોકો જોઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અવનવી કોમેન્ટો મારી રહ્યા છે કેટલાક લોકો કહે છે કે આજ સાચી જિંદગીની મોજ છે. કારણ કે આ ઉંમરમાં પણ બંને વૃદ્ધોએ જે તંદુરસ્તી બતાવી છે તે ભાગ્યે જ કોઈ નામાં જોવા મળતી હોય છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
उम्र क्या है! अगर मस्ती ज़िंदा है तो ही हस्ती ज़िंदा है। pic.twitter.com/aqP1DyYIdA
— Jaiky Yadav (@JaikyYadav16) November 7, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!