Gujarat

હૃદય કંપાવતી ઘટના! 12-વર્ષ ના બાળક નું એવું દયનિય મોત થયું કે વિચાર્યું પણ નહીં હોય. બોર ની લાલચે માસુમ,

Spread the love

રોજબરોજ અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેના લીધે આપણે પણ ચકિત રહી જતા હોઈએ છીએ. ક્યારેક નાના બાળકો એવી દૂર ઘટનાનો ભોગ બને છે કે જેને સાંભળીને આપણું હૃદય પણ કંપ ઉઠતું હોય છે. એવી જ એક ઘટના બોરસદ તાલુકામાંથી સામે આવી છે. જેમાં એક બાર વર્ષના બાળકનું એવી રીતે મોત થયું કે જાણે ને તમે પણ રડી પડશો.

બોરસદ તાલુકા ના કિંખલોડ ગામમાં રહેતા 12 વર્ષના બાળકનું આ દર્દનાક મોત થયું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો 12 વર્ષનો બાળક બોર ખાવા માટે ગયો હતો. ત્યારે વાડીમાં કેળની ફરતે લગાવેલા 24 વોલ્ટ ના ઝટકા મશીનથી બાળકને કરંટ લાગ્યો અને બાળકને ઝટકા મશીનથી કરંટ લાગવાને કારણે મોત થયું તેવી પ્રાથમિક વિગત જાણવા મળી છે.

આ ઘટનાની જાણ બાળકના પરિવારને થતા બાળકના પરિવાર માટે આભ ફાટે તેવી મહામુસીબત આવી પડી હતી. સમગ્ર ઘટનાને લઈ અંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યાં પરિવારજનો અને ગ્રામજનો એકઠા થયા હતા. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ ઝટકા મશીન નિયમો પ્રમાણે લગાવવામાં આવ્યું હતું કે નહીં.

કારણકે ખેડૂતો ખેતરમાં આ મશીન એટલા માટે લગાવતા હોય છે કે જેને કારણે પશુ પ્રાણીઓ ઉભા પાકને નુકસાન ન કરે. જો આવા ઝટકા મશીન હોય તો પશુ પ્રાણીઓ તારની વાડમાં વીજ કરંટ હોવાને કારણે અંદર આવી શકતા નથી. પરંતુ આ મશીનને કારણે આ બાળકનું મોત થતાં ગ્રામ અને પરિવારજનોમાં ખૂબ જ શોક નું વાતાવરણ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *