ભારત માં આ રાજ્યો માં ”અસાની” નામનું વાવાઝોડું તબાહી મચાવા છે તૈયાર. આ રાજ્યો છે હાઈ એલર્ટ પર.
ભારત માં અને ગુજરાત માં અવારનવાર વાવાઝોડા અને તોફાનો આવતા જ રહે છે. વાવાઝોડા ના કારણે ભારે તબાહી થતી હોય છે. દરિયામાં થી કે સમુદ્ર માંથી ખુબ જ બહોળા પ્રમાણમાં વાવાઝોડા આવતા હોય છે. જેને કારણે દરિયા કાંઠા ના લોકો ને ખાસું એવું નુકશાન થતું હોય છે. એવું જ એક વાવાઝોડું ફરી તબાહી મચાવા આવી રહ્યું છે.
તાજેતર માં બંગાળી ખાડી માં આજે સવારે સાયક્લોનિક સર્ક્યુલેસન જોવા મળ્યું હતું. જે તારીખ 6 ના રોજ લો પ્રેસર માં પરિવર્તિત થવાની સંભાવનાઓ છે. આ કારણે ભારત ના પૂર્વોત્તર રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ જેવા રાજ્યો માં વરસાદ શરુ પણ થઈ ચુક્યો છે. અને પશ્ચિમ ના રાજ્યો પશ્ચિમ બંગાળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ માં વરસાદ શરુ થવાની સંભાવનાઓ છે.
બંગાળ ની ખાડી માં હાલમાં ભેજવાળા પવન ફુકાય રહ્યા છે. આગામી 4 થી 8 તારીખ સુધીમાં કેરળ, તામિલનાડુ, મધ્ય મહારાષ્ટ્ર સહીત ના વિસ્તારો માં તોફાન સાથે વરસાદ આવવાની સમભાવનો છે. અત્યારે દક્ષિણ ના અમુક રાજ્યો માં 40-50 ની ઝડપે પવન ફુકાય રહ્યો છે. અને જેમ જેમ વાવાઝોડું જોર પકડશે તેમ 70-80 કિલોમીટર ની સ્પીડે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે.
હવામાન ના જણાવ્યા મુજબ વાવાઝૉડુ 9-10 તારીખ સુધીમાં બાંગ્લાદેશ તરફ વધીને આરાકન કોસ્ટ પર ટકરાશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા ના કારણે ઘણું બધું નુકશાન થવાની સંભાવનાઓ રહે છે. તે દરરમીયાંન તંત્ર પણ એલર્ટ પર રહે છે.