Gujarat

વડોદરા લગ્ન કરવાની ના પાડતા પ્રેમી એ ચૂંદડી વડે ટૂંપો દઇને કરી તેની જ પ્રેમિકા ની હત્યા હત્યા બાદ થય ગયો ફરાર.

Spread the love

આજકાલ હત્યા કરવાના ખુબ જ બનાવો સામે આવી રહ્યા છે. મામુલી વાતો આખરે હત્યા માં પરિણમતી હોય છે એવો વડોદરા નો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમિકા એ લગ્ન કરવાની નાં પડતા તેના જ પ્રેમીએ કરી નાખી હત્યા વડોદરા શહેરના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતી મીરા સોલંકી ની હત્યા તેન જ પ્રેમી એ કરી નાખી યુવતી સમયસર ઘરે ન પહોચતા પિતા એ તરત જ પોલીસ સ્ટેશન મા યુવતી ગુમ થયા ની ફરિયાદ નોંધાવી હતી. બાદ માં પોલીસે શોધખોળ કરતા યુવતી ની લાશ મળી આવી હતી.

નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવેલા ખેતરમાંથી મીરાની લાશ મળી આવતાં તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી હતી. મીરાની લાશના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મીરાનાં પરિવારજનો તિલકવાડા આવી પહોંચ્યા હતા અને એ લાશ પોતાની જ પુત્રી મીરાની હોવાની ઓળખ કરી હતી. મીરાં જયારે ઘરે થી નીકળી હતી ત્યારે તેણે તેની પિતરાઈ બહેન ને મેસેજ કર્યો હતો કે તે પોતે સંદીપ સાથે છે તે ચિંતા નો કરે. અને કહ્યું કે તે રવિવારે સાંજે ઘરે આવશે.

મેસેજ ના આધારે પોલીસે સંદીપ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સંદીપ મકવાણા નામનો યુવક વડોદરાના વાઘોડિયા રોડ નજીકના પંચમ પાર્ટી પ્લોટ વિસ્તારમાં ફરી રહ્યો હોવાની નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી. બાદ મા નર્મદા એલ.સી.બી અને તિલકવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સંદીપ મકવાણાને શંકાને આધારે 22મી એપ્રિલે ઝડપી પાડ્યો હતો અને સંદીપે પોતાનો ગુનો કબુલ્યો હતો સંદીપે જ ચૂંદડી વડે ગળેટૂંપો દઇને મીરાની હત્યા કરી હોવાનો કબ્ક્યું હતું. સંદીપ પોલીસથી બચવા માટે વેશ બદલી નાખ્યો હતો. તેણે માથાના વાળ પણ કઢાવી નાખ્યા હતા.

હત્યા કર્યા બાદ સંદીપ નસવાડીમાં જ રોકાયો હતો સોલર અંગેનું કામ કરતી એજન્સીની એક ઓફિસ વડોદરામાં છે જ્યાં સંદીપ કામ કરતો હતો એજન્સીની એક ઓફિસ નસવાડીમાં હતી જયાં કેટલાક કર્મી ઓળખતા હોવાથી સંદીપ ત્યાં પણ રોકાયો હતો પોલીસથી બચવા ત્યાર બાદ તે ડભોઈ એક હોટલમાં નોકરી કરતો હતો.

તેણે તેનું એક્ટિવા ડભોઈ-બોડેલી રોડ પર ફેંકી દીધું હતું પોલીસ ની મળતી માહિતી અનુસાર જો યુવતી સાથે બળાત્કાર થયો હસે તો તેની કલમો નો ઉમેરો કરવામાં આવશે બળાત્કાર થયો છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *