India

હત્યાની આવી ઘટના ક્યારે નહીં જોઈ હોઈ ફિલ્મી અંદાજમા કરી ત્રણ હત્યા હત્યારા અને હત્યાનુ કારણ જાણીને વિસ્વાસ નહીં થાય..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ માં એક પછી ઍક અનેક હત્યા ના બનાવો સામે આવ્યા છે કે જ્યાં નાની બાબત ને લઈને લોકો હત્યા કરતા જણાય છે. પૈસા ને લઈને ચોરી, અપહરણ, ઘર કંકાસ, પ્રેમ સંબંધ અનેક કારણોસર જે રીતે હત્યા ના બનાવો વધી રહ્યા છે તેણે લોકોના હોશ ઉડાવી દીધા છે. આપણે હત્યા અને હત્યારાઓ ની બર્બરતા અનેક બનાવો જોયા છે.

લોકો અલગ અલગ માધ્યમ થી હત્યા નો પ્લેન બનાવે છે તેવામા ખાસ તો ટેલીવિઝન અને ફિલ્મી દુનિયા તથા અન્ય ગુના ખોરી ને લાગતી તસ્વીર અને વિડીયો જોઈને લોકો હત્યા ના પ્લાન બનાવે છે અને અમાન્વિય રીતે તેને પૂરા કરે છે. હાલમાં આવોજ એક અમાન્વિય હત્યા ની ઘટના સામે આવી છે.

હત્યા નો આ બનાવમા ત્રણ લોકોના જીવ ગયા છે. મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્ય પ્રદેશના ગુના નો છે કે જ્યાં એક સાથે ત્રણ મર્ડર થયા છે આ ‘હત્યાનું રહસ્ય’ પોલીસ માટે એટલે પણ મહત્વ નો હતો કારણ કે પોલીસ જેના પર શંકા થતી તેની હત્યા થઈ જતી હતી. જેના કારણે એક પછી એક ત્રણ યુવકોની હત્યાઓએ પોલીસને સ્તબ્ધ કરી દીધા પરંતુ જ્યારે પોલીસ તપાસ પૂરી થઈ પછી હત્યારા અંગે જે માહિતી મળે તેને જાણી તેઓ આશ્ચર્યચકત થઈ ગયા

જણાવી દઈએ કે આ હત્યા ને અંતે એવી માહિતી સામે આવી કે હત્યારો 16 વર્ષથી ઓછી ઉંમરનો સગીર છોકરો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યારો ટીવી પર ‘સાવધાન ઈન્ડિયા’ શો જોવાનો પાગલ હતો. આ શો જોઈને તે એટલો ક્રૂર અને નીડર બની ગયો કે તે કોઈ પણ ઘટનાને અંજામ આપતા ડરતો નહોતો.

જો વાત હત્યા ના આકરા બનાવ અંગે કરીએ તો આ વાર્તાની શરૂઆતમાં, પ્રથમ 17 વર્ષીય હેમંત ષડયંત્રનો શિકાર બન્યો, જે ગુના સિંચાઈ વિભાગમાં પોસ્ટ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ અંતર સિંહ મીનાનો એકમાત્ર પુત્ર હતો. જણાવી દઈએ કે જ્યારે હેમંત સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવા 40 હજાર રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો હતો. તે પછી જ તે ગાયબ થઈ ગયો. પુત્ર લાપતા થતાં પિતાએ મહિલા પૂનમ દુબે અને તેના સગીર પુત્ર પર શંકા વ્યક્ત કરી

અને આ અંગે પોલીસ ને પણ જાણ કરી હતી જોકે પોલીસે તેને ગંભીરતાથી લીધી ન હતી. પોલીસ માની રહી હતી કે હેમંત બુદ્ધિશાળી છે અને તેણે પોતે જ ઘરમાંથી પૈસા લીધા છે. જોકે બાદમા જ્યારે હેમંતના કિડનેપ થવા અને તેને છોડાવવા માટે ખંડણીનો કોલ આવયો ત્યારે ગુના પોલીસને એલર્ટ થઈ હતી. જણાવી દઈએ કે હેમંતને ફસાવનાર તેનો જ સગીર મિત્ર હતો આ સગિરે પોતાની માતા અને અન્ય સાથીદારોની મદદથી હેમંત પાસેથી 40 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને તેનું ગળું અને હાથ કાપીને હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હતી.

તેની સગીરની માતા પૂનમે તેના મિત્રો લોકેશ અને ઋત્વિકને લાલચ આપી હતી કે કોઈને કંઈ ન કહે, અને તેમને મોઢું બંધ રાખવા માટે ખંડણીની રકમમાં થી ભાગ આપવા પણ વચન આપ્યું જે બાદ મહિલાએ મૃતક હેમંતનો મોબાઈલ હૃતિકને આપ્યો અને તેને ઈન્દોર જવાનું કહીયુ કે જ્યાં જઈને હેમંત ના પિતા અંતરસિંહને ફિરોતિ માટે ધમકી આપવા કહ્યું અને પુત્રને બચાવવા પચાસ લાખની ખંડણીની માંગ કરી જેથી પોલીસનું ધ્યાન ગુનાના સ્થળથી ઈન્દોર તરફ જાય.

જણાવી દઈએ કે આરોપી સગિર ને હત્યા બાદ તમામ પુરાવાઓને ભૂંસી નાખવાનો અને પોલીસ તપાસને બીજી દિશામાં વાળવાનો વિચાર તેમને સાવધાન ઈન્ડિયા શોમાંથી આવ્યો હતો. જે બાદ યોજના મુજબ ઈન્દોર ગયા બાદ ઋત્વિકે હેમંતના ફોન પરથી 50 લાખની ખંડણી માંગી, તો પિતાએ મેસેજમાં હા પાડી. જ્યારે હેમંત ના પિતા પોલીસ પાસે પહોંચ્યો તો આરોપી નું લોકેશન ટ્રેસ કરતા પોલીસ ઈન્દોર ગયા.

આ સમયે હૃતિક ફોલ્ડ પર આવ્યો છે. તેનો લોકેશ સાથે વિવાદ થયો હતો. પૈસા ને લઈને લોકેશ ધમકી આપી કે તેને અત્યારે જ ખંડણીમાં હિસ્સો જોઈએ છે. નહીં તો પોલીસને આખી વાત કહેશે આ પછી પૂનમનો સગીર પુત્ર અને અન્ય મિત્ર લોકેશને નેગમાના જંગલમાં લઈ ગયા જ્યાં તેમણે લોકેશની પણ હત્યા કરી તેની લાશને સળગાવી દેવામાં આવી હતી. હૃતિકને બંને હત્યાઓ વિશે જાણ થઈ હોવાથી તેણે રસ્તામાંથી બહાર આવવા માટે તેની હત્યા પણ કરી હતી.

જણાવી દઈએ કે અગાઉ પોલીસ માનતા હતા કે આ હત્યાઓ પાછળ હેમંત નો મિત્ર લોકેશનો હાથ છે, પરંતુ લોકેશની પણ સળગી ગયેલી લાશ મળ્યા બાદ પોલીસની થિયરી બદલાઈ ગઈ. લોકેશ અને ઋત્વિકનો મૃતદેહ પણ મળ્યા બાદ પોલીસને ખબર પડી કે હેમંતની પણ હત્યા કરવામાં આવી છે. જ્યારે પૂનમના પાત્રની તપાસ કરવામાં આવી તે બાદ પોલીસ ને તેના પર પણ શંકા થઈ. જણાવી દઈએ કે રિતિકનો મૃતદેહ મળ્યા બાદ જ્યાંરે આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી, તો આ લોકોએ એક પછી એક ત્રણ યુવકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પૂનમ, તેના પુત્ર અને મિત્રને આરોપી બનાવવામાં આવ્યા છે. તેણે કબૂલાત કરી હતી કે જે દિવસે હેમંત ગુમ થયો હતો તે દિવસે તેણે 40 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂનમે પહેલા તેના પુત્રના મિત્ર હેમંતને ફસાવી હતી. તેણીએ તેના ઘરેથી દાગીના અને પૈસા મંગાવવાનું પણ શરૂ કર્યું. હેમંતની માતાની બુટ્ટી પણ જ્વેલર્સ રાકેશ સોની પાસે 25,000 રૂપિયામાં ગીરવે મૂકી હતી. પોલીસે તેઓને જપ્ત કર્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી પૂનમને અને હેમંત સાથે સારી મિત્રતા હતી. આ બાબત તેમના પુત્ર માટે પસંદ ના હતી કે જે હેમંતના મૃત્યુનું કારણ પણ બની હતી. પૂનમે પોલીસને કહ્યું કે હેમંતની હત્યા બાદ તેનું રહસ્ય જાહેર ન કરવું જોઈએ. આ કારણોસર અન્ય બે ની હત્યા કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *