સુશાંતસિંહ ના કેસ માં નવો ખુલાસો સુશાંતસિંહ ના મોત ના 5-6 દિવસ અગાઉ તેની મેનેજર દિશા સાલિયાન સાથે એવું થયું કે,

બે વર્ષ પહેલા 14 જૂન ના રોજ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપુત નું મોત નીપજ્યું હતું. સુશાંત સિંહ રાજપુતે મુંબઈના બાંદ્રામાં આવેલા તેના ફ્લેટમાં ફાંસી ખાધેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. બે વર્ષ વિત્યાં છતાં હજુ સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. પરંતુ જાણવા મળ્યું કે 14 જૂનના રોજ સુશાંતસિંહ નું મોત નિપજ્યું હતું. તેના થોડા દિવસ અગાઉ આઠ કે નવ જૂનના રોજ 2020 ના વર્ષમાં સુશાંત સિંહ રાજપુત ની મેનેજર દિશા સાલીયાન નું મુંબઈના મલાડમાં આવેલા ફ્લેટમાં બારમા માળેથી નીચે પડી જવાના કારણે મોત નીપજ્યું હતું.

સુશાંત સિંહ રાજપુતને મેનેજર દિશા સાલિયાન ના મોતને અલગ અલગ એંગલથી જોવામાં આવી રહ્યું હતું. એવામાં સીબીઆઇ એ પોતાની ફાઈલ મૂકીને સુશાંત સિંહની મેનેજર દિશા સાલીયાનું નામ મોતની કડી ઉકેલી નાખી છે. જ્યારે દિશાનું મોત થયું હતું ત્યારે પોલીસે તપાસમાં કહ્યું હતું કે તેનું મોત ફ્લેટમાંથી નીચે પડવાને કારણે થયું છે અને તેને આત્મહત્યા ગણવામાં આવી હતી.

પરંતુ સીબીઆઇની ટીમે આ કેસની તપાસ કરીને કેન્દ્રીય તપાસ બ્યુરોમાં ખુલાસો કર્યો હતો કે દિશા નું મોત જ્યારે બારમાં માળેથી પટકાઈને થયું હતું ત્યારે તે નશાની હાલતમાં હતી. નશાની હાલતમાં હોય પોતાનું સંતુલન બગડી જવાને કારણે તે છત ઉપરથી નીચે પડી ગઈ હતી. જેના કારણે દિશાનું મોત નીપજ્યું હતું. આમ સીબીઆઇની ટીમ દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે.

પહેલા સુશાંત સિંહ અને તેની મેનેજર ના મોતને પરસ્પર સંબંધિત ગણવામાં આવતા હતા. પરંતુ હવે બંને વચ્ચે કોઈ પણ જાતનો સંબંધ જોવા મળતો નથી. સુશાંત સિંહ રાજપુત ની વાત કરવામાં આવે તો તે બોલીવુડમાં એક સારા અભિનેતા હતા. ખૂબ જ સુંદર અભિનયને કારણે તેના કરોડોની સંખ્યામાં ચાહકો હતા. સુશાંત ના મોતથી તેના ચાહકોને ભારે ઝટકો લાગ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *