એમ્સ હોસ્પિટલ ની નર્સે પંખા ની સાથે લટકી જીવન ટૂંકાવ્યું. તેની સુસાઇડ નોટ માંથી થયો મોટો ખુલાસો કે…
ભારત માં જુદા જુદા રાજ્યો માંથી રોજેરોજ આપઘાત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. આપઘાત કરવાની ખાસ તો કારણ એ હોય છે લોકો ને પ્રેમ માં દગો મળે છે. અને એવી નાની નાની વાત માં આત્મહત્યા કરી બેસે છે. એકવાર પોતાના માતા-પિતા નો પણ વિચાર કરતા હોતા નથી. એવો જ એક કિસ્સો પટના શહેર થી સામે આવ્યો છે.
પટના માં રહેતી અને એમ્સ ની હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતી એક 28 વર્ષીય યુવતી ઉષા રાની લકડા એ તેના ભાડા ના મકાન માં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. મરનાર ઉષા રાની મૂળ ઝારખંડ ના રાજ્ય ગુમલા જિલ્લા ની રહેવાસી છે. જે પટના શહેર માં ફુલવારી શરીફ ની વૃંદાવન કોલોની માં ભાડા ના મકાન માં રહેતી હતી.
આ બાબતે શરીફ વૃદાવન ના વિસ્તાર ના પોલીસ ને જાણ થતા પોલીસ આવી પહોંચી હતી. અને તેણે તલાશી લેતા તેને એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ઉષા રાની એ લખ્યું હતું કે, ” સોરી માં સોરી બાબા મેરે મરને કી વજહ અમિત ટોપ્પો હે ” આને વાંચીને પોલીસે પ્રાથમિક તપાસ માં આ કેસ ને પ્રેમ પ્રકરણ માં આ આત્મહત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
આ બાબતે ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન ના ફરજ પર ના પોલીસે જણાવ્યું કે આ બાબત ની જાણ ઉષા રાની ના પિતા વિલચુસ લકડા ને કરવામાં આવી છે. સુસાઇડ નોટ પરથી લાગી રહ્યું કે, આ યુવતી એ પ્રેમ સંબંધ માં કઈ પ્રોબ્લેમ આવતા આત્મહત્યા કરી લીધી હશે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!