મુંબઈ-ગોવા હાઇવે પર સવારે 5:30 વાગે થયો ગમખ્વાર અકસ્માત. 9-લોકો ને ભરકી ગયો કાળ તો ચાર વર્ષ નો બાળક,
રોજ રોજ ગુજરાતમાંથી અને ભારતમાંથી અકસ્માત થવાના કિસ્સામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. લોકો રાતના સમયે ડ્રાઇવિંગ કરતા હોય ક્યારેક સામેથી આવતા મોટા વાહનોની હેડલાઈટ ના કારણે વાહન ચાલકો અંજાઈ જતા હોય છે અને પોતાની ગાડી પરનો કાબુ ગુમાવી બેસતા મોટા અકસ્માતને ભેટતા હોય છે.
ગુરુવાર સવારના રોજ આવી જ ઘટના મુંબઈ ગોવા હાઇવે પરથી સામે આવી છે. લગભગ સવારે 5:30 વાગ્યાની આજુબાજુ નવ લોકો eeco કારમાં સવાર થઈને મુંબઈથી ગોવા તરફ જઈ રહ્યા હતા. ઇકો કારમાં ચાર મહિલા પાંચ પુરુષો હતા. તે તમામના એક્સિડન્ટમાં મોત થયા હતા. જાણવા મળ્યું કે ઈકો કાર ગોવા તરફ જઈ રહી હતી એ દરમિયાન સામેથી એક પૂરપાટ ઝડપે ટ્રક આવી રહ્યો હતો.
ટ્રકની મોટી મોટી લાઇટોને કારણે ઇકો સવાર ડ્રાઇવર ની આંખો અંજાઈ જતા ઇકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાયા હતા. જે બાદ તેમાં સવાર ચાર મહિલાઓ અને પાંચ પુરુષો ના દર્દનાક મોત થયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક બચાવ અર્થે આવી પહોંચી હતી. ઇકો કારમાં સવાર એક ચાર વર્ષના બાળકનો આબાદ બચાવ થયો હતો.
ચાર વર્ષના બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર થતાં તે બચી ગયો હતો. આમ આ આખી ઘટના મુંબઈ ગોવા હાઈવે પર સવારના સમયે બનતા આખા રસ્તા ઉપર ભારે ટ્રાફિકજામ થવા પામ્યો હતો. આવી ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!