તીવ્ર વાવઝોડા એ 25-વર્ષીય યુવાન નો જીવ લીધો, યુવાન પર ઝાડ પડતા જ યુવાન…
ગુજરાત માં મેઘરાજા ની પધરામણી તો થઇ ચુકી છે. પરંતુ ગુજરાત માં વરરસાદ વરસતા પહેલા ઠેર ઠેર વાવાઝોડા ની અસર જોવા મળે છે. વાવાઝોડા ની અસર ના લીધે અનેક વિસ્તારો માં વૃક્ષો ધરાશાયિ થવાની ઘટના બને છે. અનેક ઘરો ના છાપરાઓ પણ ઉડી ગયા છે. ઉત્તર ગુજરાત ના માલપુર માં ભારે વાવાઝોડું ફુંકાતા એક 25 વર્ષીય યુવાન પર વૃક્ષ પડતા યુવાન ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો.
વધુ વિગતે જાણવા મળ્યું કે, માલપુર ના ખલીકપૂર માં રહેતો યુવાન ભાવેશભાઈ પ્રભાતભાઈ ખાંટ (25-વર્ષ) જે ઝાલોદરા તેના સાસરે થી તેની પત્ની અને બાળક સાથે પોતાના ઘરે માલપુર ના ખલીકપુર આવી રહ્યો હતો. આ સમયે વાવાઝોડા ની થોડી અસર જોવા મળતી હતી. એવામાં મરનાર ભાવેશભાઈ ની ગાડી માં પેટ્રોલ ખાલી થઇ ગયું. ભાવેશભાઈ તેની પત્ની અને બાળક ને રોડ પર ઉભા રાખી પેટ્રોલ પુરાવા ગયા.
ભાવેશભાઈ પેટ્રોલ પુરાવી ને આવી રહ્યા હતા. ત્યારે વાવાઝોડા એ ઝોર પકડી લીધું. એવામાં મોડાસા અણીયોર રોડ પર ભાવેશભાઈ પર એક મોટું વૃક્ષ પડ્યું. અને ભાવેશભાઈ પર વૃક્ષ પડવાથી ત્યાં જ મૃત્યુ થયું હતું. આજુબાજુ ના લોકો આ ઘટના બનતા જ દોડી આવ્યા. પરંતુ ત્યાં સુધી માં મોડું થઇ ગયું હતું. આ ઉપરાંત આજુબાજુ ના વિસ્તારો માં વાવાઝોડા એ ભારે તબાહી સર્જી હતી.
જેમાં લોકો ના મકાનો ના છાપરા, અમુક શેડ પણ ઉડી ગયા હતા. ઇપલોડા, પીસાલ, સિસોદરા વગેરે ગામોમાં વાવાઝોડા એ ભારે તબાહી સર્જી હતી. નીચાણવાળા મકાનો માં પાણી પણ ભરાય ગયા હતા. જાણવા મળ્યું કે, હિંમતનગર માં 1-મિમિ વરસાદ અને પ્રાંતિજ માં 4-મિમિ વરસાદ વરસી ચુક્યો હતો. વરસાદ અને વાવાઝોડા થી ખેડૂતો ના ખેતરો માં પાકો ને ભારે નુકશાન થયું હતું.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.