Gujarat

વડોદરા શહેરમાંથી સામે આવ્યો રડાવી દેતો બનાવ!! શાળામાં રમતી વખતે જ ધોરણ 10 ની વિધાર્થી સાથે એવુ થયું કે થયું દુઃખ મૌત.. શું બની પુરી ઘટના? જાણો

હાલમાં અકસ્માત ના ઘણા સામાચારો સામે આવી રહ્યા છે જેમાં હાલમાં ચોમાસાના પાણીમાં કરંટ લાગવાથી નાના બાળકો થી લઈને મોટા વૃધ્ધો નું પણ દુખદ મોત થયું હોય એવી ઘટનાઓ જોવા મલી જતી હોય છે ત્યારે વડોદરા માથી એક આવો જ હચમચાવી દેતો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં વડોદરા જિલ્લા ના લાસુંદરા ગામમાં આવેલ પાઠશાળા નામની હોસ્ટેલમાં રહેતી 15 વર્ષ ની માસૂમ બાળકનું કરંટ આવના કારણે અવસાન થયું છે. આ ઘટના બનતા ચારેબાજુ ચકચાર મચી જવા પામ્યો છે અને પરિવારના લોકોમાં ભારે આક્રંદ જોવા મળી આવ્યું છે.

પોલીસ સ્ટેશન ના પીઆઇ ના જણાવ્યા અનુસાર વિધ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી અવસાન થયાનું સામે આવ્યું છે. હાલમાં તો પોલીસ આ અંગે વધુ તપસ હાથ ધરી રહી છે. વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું હતું કે મૂળ રાજસ્થાનના બાંસવાડા ની  પરંતુ વડોદરા ના સાવલી તાલુકા ના લાસુંદરા ગામમાં આવેલ પાઠશાળા નામની સ્કૂલ અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 15 વર્ષની ખુશી રાજુભાઇ તીરઘર નું વીજ કરંટ આવવાના કારણે કમકમાટીભર્યું અવસાન નીપજયું હતું આ બનાવ બનતા આખી હોસ્ટેલમાં ગમગીન માહોલ સ્થાપિત થયો હતો તો ત્યાં જ પરિવારમાં દુખદ આક્રંદ જોવા મલી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ મંજૂસર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ઘટના ની તપાસ હાથ ધરી હતી. 15 વર્ષ ની માસૂમ દીકરી નું આમ દુખદ અવસાન થવાથી પરિવારના લોકો પર જાણે આભ તૂટી પડ્યું હોય એવો માહોલ જોવા મળી આવ્યો હતો. ખુશીના મૃતદેહ ને પોસ્ટમોતમ માટે જનમોતરી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો અને હાલમાં તો આ ને અકસ્માત માં મોત નો ગુન્હો દાખલા કરવામાં આવ્યો છે. અને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આમ હોસ્ટેલમાં અભ્યાસ કરી રહેલી દીકરી નું કરંટ લાગતાં અવસાન થતાં ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં ગમગીન માહોલ સર્જાયો હતો.

આ સાથે જ ગામના લોકો અને સ્કૂલ ના સંચાલકો નો વિવાદ થયાની બાબતો પણ સામે આવી રહી છે. આ બનાવ અંગે સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે આજે રવિવાર હોવાથી બધા બાળકો બહાર મેદાન માં રમી રહ્યા હતા અને ત્યાં જ ખુશી પણ રમી રહી હતી, હું ઓફિસ માં કામ કરી રહી હતી ત્યારે જ અચાનક એક બાળકીએ મને આવીને કહ્યું કે ખુશીને કઈક થઈ ગયું છે અને અમે તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગ્યાં હતા જ્યાં રસ્તામાં તો તેના સ્વાસ  ચાલુ જ હતા પરંતુ  હોસ્પિટલ માં તેનું મોત થયું હતું .જ્યારે તેમણે પુછવામાં આવ્યું કે શું વાયરમાં ક્રેક હતો અને ત્યાં પાણી ભરેલ હતું આથી તેને કરંટ લાગ્યો હતો તો ત્યાના સંચાલકોએ આના જવાબમાં કહ્યું કે ત્યાં કીચડ હતો એ પાણી હતું તે વાત સાચી છે પણ આવું કઈ રીતે થયું એ વિષે તપાસ  ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *