જામનગર ના રજવાડી કાવા ની એકવાર ચુસ્કી અવશ્ય લેવી ! તમામ રોગો રહે કોસો દૂર વિદેશ માં છે માંગ, જાણો ખાસિયત.
હાલ ગુજરાતમાં અને ભારતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. શિયાળાની ઋતુને લઈને લોકો ઠંડીથી ઠુંઠવાતાં રહે છે. કડકડતી ઠંડીમાં ગરમ ગરમ ચા અને કાવાની મજા કંઇક અલગ જ હોય છે. જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં ભાગે જ કોઈ વ્યક્તિ એવા હશે કે જે કાવાની મજા માણતો નહીં હોય. જામનગરમાં સાંજ પડે એટલે કાવાની રેકડીઓ ધમધમવા લાગે છે અને ગ્રાહકો ની લાઈન લાગી જાય છે.
આયુર્વેદિક કાવા મસાલાથી ભરપૂર હોય છે અને લોકોને કફ, શરદી, ઉધરસ, પીતવાયું, આપચો, ગેસ વગેરે જેવા હઠીલા રોગોમાં સારો એવો ઉપયોગી સાબિત થાય છે. કડવો, તીખો, તુરો, ગલ્યો, ખાટો, ખારો વગેરે કાવાથી શરીરને ઊર્જા પ્રાપ્ત થાય છે અને વિદેશમાં પણ કાવાની ખૂબ માંગ રહે છે. જામનગરમાં છેલ્લી ત્રણ પેઢીથી કાવાનું વેચાણ કરતા રણજીતસિંહ નામના વ્યક્તિ સાથે દિવ્યભાસ્કર ની ટીમ દ્વારા વાત કરવામાં આવી હતી.
તેને આ બાબતે અનેક માહિતીઓ આપી હતી તેને કહ્યું કે કાવામાં 20 જેટલા આયુર્વેદિક મસાલાઓ ઉમેરવામાં આવે છે. જેમાં સૂંઠ, લીંબુ, બુંદદાણા, આદુ,સંચળ વગેરે જેવા મસાલાઓથી ઉકાળીને ગરમાગરમ લોકોને આપવામાં આવે છે. એક એક ઘૂંટે શરીરમાં જાણે કે સ્ફૂર્તિ નો અનુભવ થતો હોય તેવું થવા લાગે છે. આ બાબતે કાવા બનાવવાની રીત પણ તેને જણાવી હતી અને રજવાડી આયુર્વેદ કાવાનો મસાલો અમેરિકા, લંડન, રશિયા, કેનેડા વગેરે દેશોમાં પેકેટ તૈયાર કરીને મોકલે છે.
અને તેમાં એક ચમચી મસાલો અને 150 ml પાણી નાખવાનું રહે છે. ત્યારબાદ તેને બે મિનિટ સુધી ઉકળવા દેવું પડે છે ત્યારબાદ તેમાં લીંબુ અને મીઠું નાખવાથી કાવો તૈયાર થઈ જાય છે. એક મોટા તાંબાના ઘડામાં તૈયાર કરવામાં આવે છે. આમ કાવાનો ઉપયોગ જાણીને લોકો શિયાળામાં કાવા પીવાનો ખાસ રાખતા હોય છે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!