સોશિયલ મીડિયા પર રોજબરોજ આપણને જંગલી પશુ પ્રાણી, લગ્ન ના વિડીયો જોવા મળતા હોય છે. ક્યારેક ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો ચોકી ઉઠતા હોય છે. ખાસ કરીને જંગલી પશુ પ્રાણી અને કેટલાક એવા સરીસૃપો કે જે પાણીની અંદર રહેતા હોય છે તે ક્યારે બહાર આવી જાય તે કહી શકાતું હતું નથી. આપણે પાણીની અંદર એવા અનેક જીવજંતુઓ જોઈ શકતા હોઈએ છીએ.
પરંતુ જ્યારે આપણે તેને નજીકથી જોય ત્યારે ખ્યાલ આવે કે આમાં કંઈક જીવજંતુ રહેલ છે. એવો એક વિડીયો હાલ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવાન એક ધોધમાં પડતા પાણીની વચ્ચે નહાતો હોય છે અને એક યુવતી તેનો વિડીયો કેમેરામાં કેદ કરતી હોય છે. અચાનક થયું એવું કે જ્યારે યુવતી કેમેરામાં વિડીયો કેદ કરતી હતી ત્યારે ધોધમા નહાતા યુવક ની પાછળ કંઈક જોવા મળ્યું હતું.
જે બાદ યુવતી રાડો અને ચીસો પાડવા લાગી હતી. ત્યારબાદ યુવતીએ કહ્યું કે કદાચ તમારી પાછળ સાપ આવી રહ્યો છે અને ખરેખર જે યુવક ન્હાતો હતો તેની પાછળ ખરેખર સાપ આવ્યો હતો. પરંતુ યુવકના નસીબ સારા હતા કે સાપે તેને બચકું ભર્યું નહીં અને તે ચાલ્યો ગયો હશે. આમ આ વીડિયોને નોમન માલ્યા નામના instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે.
અત્યાર સુધીમાં હજારો લોકો આ વીડિયોને જોઈને લાઈક કરી ચૂક્યા છે. ક્યારેક કુદરતી સૌંદર્યની મજા માણવામાં લોકો પોતાના જીવ ગુમાવી બેસતા હોય છે. આ યુવક સાથે પણ એવું જ થયું પરંતુ સદનસીબે યુવકને સાપે કંઈ નુકસાન કર્યું ન હતું અને યુવક બચી ગયો હતો. આપણે પણ ક્યારેક આવા કુદરતી સૌંદર્યની મજા માણવામાં એ ભૂલી જતા હોઈએ છીએ કે પાણીની અંદર એવા કેટલાય સાપ અને જીવજંતુઓ કે છે ઝેરી હોય છે તે રહેતા હોય છે આથી સાવચેતી રાખીને આપણે આવા કુદરતી સૌંદર્યની મજા માણવી જોઈએ નહીં તો જીવનથી હાથ ધોઈ બેસતા હોય છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!