વડોદરામાં એમ.એસ યુનિવર્સીટીમાં LLB ના અભ્યાસ કરતા વિધાર્થીએ ગળાફાંસો ખાયને મૌતને વ્હાલું કર્યું…જાણો આ દુઃખદ ઘટના વિશે
હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. હાલમાં એવો જ એક ગમગીન કિસ્સો જોવા મળ્યો છે જે વડોદરા ના એમ એસ યુનિવર્સીટી ની ફેકલ્ટી ઓફ લો માં LLB નો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે .
જેના કારણે કોલેજ કેમ્પર્સમાં અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યું છે. માહિતીમાં જાણવામાં આવ્યું કે મૂળ મધ્યપ્રદેશ નો નિવાસી જે વડોદરા ના એમ એસ યુનિવર્સીટી ની ફેકલ્ટી ઓફ લોમા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી પ્રીતમ ચૌહાણ કે જે વડોદરા ના ફતેહગંજ માં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો તેને રાત્રે પોતાના મકાન ની અંદર ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી,
આ ઘટના ની જાણ થતા જ ફતેહગંજ પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સાથે જ એમ એસ યુનિવર્સીટી ના તેના સાથી મિત્રો પણ ઘટના ની જાણ થતા ગોલ્ફ વ્યુ એવન્યુ માં દોડી આવ્યા હતા. પ્રીતમ ચૌહાણ પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. આથી પોલીસ તેની આત્મહત્યા કર્યા પાછલું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસ દ્વારા તેના સાથી મિત્રો ને આપઘાતનું કારણ જાણવા માટે પૂછપરછ પ કરવામાં આવી રહી છે.
આમ વિદ્યાર્થી નો મકાન ની અંદર આમ અચાનક જ આપઘાત કરવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. અને મૃતક ની બોડીને પોસ્ટ મોટમ માટે સયાજી હોસ્પિટલ મોકલવામાં આવી છે. ત્યાં જ પ્રીતમ નો અંતિમ સંસ્કાર મંગળવારના રોજ કરવામાં આવશે. મૃતક મૂળ મધ્યપ્રદેશ નો નિવાસી હોવાથી તેના પરિવારના લોકોમાં આ દુઃખદ ઘટના થયાની જાણ કરી દેવામાં આવી છે. અને આમ પરિવારના લોકો વડોદરા ખાતે આવશે.