સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન થઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર આપણે રોજબરોજ ખૂબ જ સુંદર સુંદર વિડીયો જોઈ શકતા હોય છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને લગ્નની સિઝન ના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. લગ્નની સિઝન હોય એટલે લોકો પોતાના લગ્ન ને યાદગાર બનાવવા અવનવી તરકીબો અપનાવતા હોય છે.
લગ્નમાં અનેક વિધિઓ જોવા મળે છે. જેમાં એક વિધિ ખાસ કરીને ખૂબ જ પ્રસિદ્ધ છે. તે વિધિ છે કન્યા ની બહેન દ્વારા પોતાના જીજા ના ચપ્પલ જૂતા વગેરે ચોરવાની વિધિ. આ વિધિ માં ક્યારેક ક્યારેક લડાઈ ઝઘડાઓ પણ થઈ જતા હોય છે. એવો જ એક વિડીયો instagram એકાઉન્ટ પર વીંટી વેડિંગ પેજ પર શેર કરવામાં આવેલો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યાની બહેન પોતાના જીજા ની મોજડી ચોરતી જોવા મળે છે. દુલ્હન ની બહેન જેવી પોતાના જીજા ની મોજડી ચોરી લે છે એટલે વરરાજા ના પરિવારના લોકો પણ એમાં સામેલ થઈ જાય છે. અને મોજડી ને પોતાના કબજામાં પાછી લેવા માટે એડિ ચોટી નું જોર લગાવી દે છે.
અને એકબીજા હવામાં મોજડી ઉલાળે છે. એક સભ્ય બીજા સભ્યને બીજો સભ્ય ત્રીજા સભ્યને મોજડી આપતો જોવા મળે છે. ઘડીક તો એવું લાગે કે આ મજાક મસ્તી યુદ્ધમાં કઈ પરિણામ ન લે..જુઓ વિડીયો.
View this post on Instagram
અને આખરે કન્યાની બહેન એટલે કે વરરાજાની સાળી ની આમાં જીત થઈ જાય છે. અને તે મોજડી ચોરવાના કામમાં સફળ નિવડતી જોવા મળે છે આ વિડીયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયો ને અત્યાર સુધીમાં ઘણા બધા કોમેન્ટ અને લાઇક્સ મળી રહ્યા છે. લોકો એવી પણ પ્રતિક્રિયા કરે છે. કે આ યુદ્ધમાં કોણ જીત્યું છોકરો કે છોકરી? આવા આપણને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.