ભાવનગર ના ચા વાળા નો અનોખો અંદાજ ! ગરમ-ગરમ ચા સાથે લોકો ને મધુર સ્વરે ગીતો પણ સંભળાવે છે..જુઓ વિડીયો.

ભારતમાં વસતાં દરેક લોકોમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે. બસ તે લોકો માત્ર બહાર કાઢતા હોતા નથી. ભારતમાં વસતા ગરીબ લોકો કોઈ નાના એવા કામથી પોતાના ઘર પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે. આવા અનેક લોકો આપણી સમક્ષ આવતા હોય છે. કે જે લોકોમાં પણ ખાસ એક કલા છુપાયેલી હોય છે. એવો જ એક કિસ્સો ગુજરાત રાજ્યના ભાવનગર શહેરથી સામે આવ્યો છે.

ભાવનગર શહેરમાં ચા ની કીટલી પર ચા બનાવતા એક વ્યક્તિને જોઈને તમે ચોકી ઉઠશે. ભાવનગર જિલ્લાના નારી ચોકડી વિસ્તારમાં આવેલા એક ચા ની હોટલ ચલાવતા ઝારખંડના યુવાન સંજીવ સિંહા કે જે ચા ની હોટલ ચલાવીને પોતાનું અને ઘરનું ગુજરાન ચલાવે છે. સંજીવને એક અનોખો શોખ છે. તે જ્યારે ચા બનાવે છે ત્યારે તે સાથે સાથે હિન્દી પિક્ચર ના ગીતો પણ ગાય છે. લોકો તેની હોટલે આવે છે ચા પીતા પીતા તેના ગીતોનો આનંદ પણ માણે છે. સંજીવ એ આ માટે 12,000 માં એક સાઉન્ડ સિસ્ટમ ખરીદ્યું છે જેમાં તે માઇકમાં ગીતો ગાય છે અને સાઉન્ડ સિસ્ટમમાં ગીતોની ધૂમ બોલતી હોય છે..જુઓ વિડીયો.

લોકો ચા ની ચૂસકી લેતા લેતા તેને અનોખી કલાનો આનંદ પણ મળી રહ્યા છે. સંજીવ કુમારની વાત કરીએ તો તે ઘણા વર્ષો પહેલાં ભાવનગરમાં ચા બનાવવા આવ્યો હતો. પરંતુ ત્યારબાદ તે પોતાના વતન પાછો ફરી ગયો હતો. વતનમાં તેનું મન કાંઈ લાગતું ન હતું. તે ફરી ચાર વર્ષ બાદ ભાવનગરમાં આવ્યો અને ફરી ચા ની હોટલને ધમધમતી કરી દીધી હતી.

આ વ્યક્તિના હુન્નર કલાને જોઈને સૌ કોઈ લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. સંજીવ ની હોટલ પર ચા પીવા માટે લોકોની લાઈનો લાગતી હોય છે. ગરમ ગરમ ચા ની સાથે હિન્દી મૂવી ના ગીતો ની રમઝટ બોલાવતો હોય છે. આ વીડિયોને ટ્વીટર હેન્ડલ પર વોચ ગુજરાત નામના પેજ પર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ વિડીયો ને જોઈ લીધો છે. અને સંજીવના ખૂબ વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો તો કહે છે કે એકવાર આની મુલાકાત જરૂર લેવી પડશે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *