ગરમીમાં ડેમમાં નાહવાની મજા માણી રહ્યા હતા યુવક પરંતુ અચાનક થયું એવુકે યુવકની મૃત્યુ થઈ પાણીમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી પર જન્મ લેનાર દરેક વ્યક્તિ નું મૃત્યુ નિશ્ચિત છે જન્મ બાદ મરણ એ કુદરત નો નિયમ છે પરંતુ આવું મરણ ક્યારે ? કેવી રીતે ? ક્યાં ? વગેરે કેમ થશે તેના અંગે કોઈ જાણતું નથી જોકે મૃત્યુ દરેક વ્યક્તિ અને ખાસ તો પરિવાર માટે ઘણું દુઃખદાયી હોઈ છે કારણ કે મૃત્યુ ના કારણે આપણે આપણા સ્વજન ખોઈ બેસ્યે છિએ.
આ ક્ષણ દરેક વ્યક્તિ માટે ઘણો જ કરુણ હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ગરમી નો સમય ચાલી રહ્યો છે તેવામાં લોકો ઠંડક મેળવવા માટે નદી તળાવ અને ડેમમાં નાવા માટે જાય છે પરંતુ કહેવાય છે કે પાણી જેટલું શીતળ છે એટલું ઘાતકી પણ માટે આવા સમયે ખાસ ધ્યાન રાખ્વુ જોઈએ. આપણે અવાર નવાર લોકોની ડૂબવાને કારણે મૃત્યુ થયા અંગે માહિતી મેળવી છે.
તેવામાં હાલમાં ફરી એક વખત આવોજ દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવક મિત્રો સાથે ડેમમાં નાવા ગયો અને ડૂબી જતા મૃત્યુ પામ્યો. મળતી માહિતી અનુસાર આ ઘટના ગોંડલના આશાપુરા ડેમ ની છે અહીં એક યુવકે ડૂબી જતા પોતાની જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃતક યુવક નું નામ હાર્દિક મનોજભાઈ ઠુંમર છે કેજે 19 વર્ષનો છે.
જણાવી દઈએ કે હાર્દિક વોરાકોટડા રોડ પર રામજી મંદિર પાસે રહેતો હતો અને કોલેજમાં અભ્યાસ કરતો હતો. હાર્દિક મિત્રો સાથે ગોંડલના આશાપુરા ડેમ ગયો હતા કે જ્યાં તેના બે મિત્રો પાણીમાં નહીં રહ્યા હતા કે અચાનક ડેમની પાલી પાસે રહેલ હાર્દિકનો પગ લપસતા તે પાણીમાં ઊંડે ડૂબી ગયો.
ઘટના બાદ તુરંત ફાયર બ્રિગેડની ટીમ ને જાણ કરી હાર્દિક ના મૃત દેહ ને બહાર કાઢવામાં આવ્યો હાલમાં પોલીસ આગળ ની વિધિ કરી રહી છે જણાવી દઈએ કે હાર્દિક પરિવારમાં એકનો એક પુત્ર હતો અને પુત્રના અવસાન થી પરિવારમાં શોક નો માહોલ છે.