રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા ઉપર ફેમસ થયેલો રોહિત ભાટી નું સવારે માર્ગ અકસ્માત માં મોત થયું છે. આ અકસ્માત માં રાઉડી ભાટી ના બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર મિત્રો ને દિલ્હી અને નોઈડા ની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે જેમની સારવાર ચાલી રહી છે.
રોહિત પાર્ટી ભાટી વિષે વાત કરીએ તો 25 વર્ષનો રોહિત instagram અને facebook ઉપર રાઉડી ભાટી ના નામથી ખૂબ જ ફેમસ હતો, રોહિત ભાટી ઉર્ફે રા ઉડી ભાટી ના મોતના સમાચાર સાથે ચાહકો માં સોશિયલ મીડિયામાં શોક વ્યક્ત કર્યો હતો. બુલંદ શહેર ના સિકંદરાબાદ જિલ્લા નો રહેવાસી હતો. રોહિત સોશિયલ મીડિયા ઉપર રાઉડી ભાટી ના નામ થી ફેમસ હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રોહિત હાલમાં ગ્રેટર નોઈડા ની એક સોસાયટીમાં રહેતો હતો. સોમવારે 3:00 વાગ્યે તેના મિત્રો સાથે પાર્ટી માંથી પરત ફરી રહ્યો હતો ત્યારે જ સ્વીફ્ટ કાર અચાનક કાબુ બહાર થઈ જતા એક ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય ઈજા ગ્રસ્તો ને તાત્કાલિક જેમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં રોહિત ભાટી નું મોત નીપજી ચૂકયુ હતું. તો તેના બે મિત્રો મનોજ અને આતિશ પણ કાર માં સામેલ હતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ આ કિસ્સો સામે આવતા રોહિત ના ચાહકો માં દુઃખ ની લાગણી ફેલાઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!