મૂંગા જીવ માટે યુવાને પોતાના પ્રાણ જોખમ માં નાખ્યા. હરણ ને અજગર ના ચંગુલ માંથી છોડાવવા અજગરે સાથે ભીડી બાથ..જુઓ વિડીયો.
આપણને સોશિયલ મીડિયા પર રોજ બરોજ અવનવા વિડીયો વાયરલ થતા જોવા મળે છે. ખાસ કરીને જંગલના વિડીયો, લગ્નના વિડીયો વગેરે લોકોને જોવા ખૂબ જ ગમતા હોય છે, આપણા દેશમાં ઘણા બધા એવા રસ્તા છે કે જે જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોય છે. એવામાં ક્યારેક જંગલી પ્રાણી પશુઓ રસ્તા પર આવી જતા હોય છે. અને ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે કે લોકોના રૂવાંટા બેઠા કરી દે. જંગલમાં વસતા શિકારી પ્રાણીઓ અન્ય નાના નાના પશુ પ્રાણીઓનો શિકાર કરીને જીવિત રહેતા હોય છે.
એક અજગર અને હરણનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ વીડિયો જોઈને હચમચી જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક અજગર રોડની વચ્ચે એક હરણના શરીરની ફરતે વીટળાયેલો હોય છે. હરણ પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણતો હોય છે. અને અજગર તેને છોડવા તૈયાર હોતો નથી. એવામાં હરણને બચાવવા એક યુવક આગળ આવે છે. યુવકને બહાદુરીને પણ સલામ છે.
અજગરના ચંગુલમાંથી હરણ છૂટવા ખૂબ જ માથાકૂટ કરે છે. પણ તે છૂટી શકતો નથી. એવામાં એક યુવક ઝાડની ડાળી લઈને અજગર ને મારવા લાગે છે. આ પછી ઘડીક તો અજગર તે યુવક પર ભયંકર રીતે હુમલો કરતો જોવા મળશે. પરંતુ યુવકની સુઝબુઝ થી દૂર હટી જાય છે. અને તરત જ યુવક પાછો સાવચેતી રાખીને અજગર પર લાકડીઓ મારે છે. એવામાં અજગર પછી હરણ પોતાના ચંગુલમાંથી મુક્ત કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું હરણના મુક્ત થાય છે કે ચાલવાની પણ તેનામા તાકાત હોતી નથી. પણ તે અજગર થી દૂર ભાગી જાય છે અને અજગર પણ જંગલ તરફ વયો જાય છે..જુઓ વિડીયો.
View this post on Instagram
આમ આ હરણ માટે આ યુવક એક દેવદૂત બનીને આવ્યો. જો યુવાન ન આવ્યો હોત તો હરણ અજગરનો શિકાર થઈ ગયો હોત. આ વિડીયો અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોઈ લીધો છે .ઘણા લોકો યુવકના વખાણ કરી રહ્યા છે. અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો instagram ની ચેનલ વાયરલ વિડીયો મેમ પર શેર કરવામાં આવેલો છે. આવી લડાઈ તો ભાગ્યે જ જોવા મળતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!