India

સોશિયલ મીડિયાનો આજ સુધીનો બેસ્ટ વિડીયો ! આ છે આપણા ભારતદેશની આવનારી પેઢી…વિડીયો જોઈ તમે વાહ વાહ જ કરી જશો

Spread the love

હાલ જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં તો ઉનાળો ચાલી રહ્યો છે પરંતુ હજી થોડા દિવસો પેહલા જ ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થવા પામ્યો હતો જેણે ખેડૂતો માટે પણ ભારે તારાજી સર્જી હતી, ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા.એવામાં તમને ખબર જ હશે કે અનેક વખત પાણી જે ગટર માંથી જવાનું હોય ત્યાં કચરો એકઠો થઇ જતા પાણીનો નિકાલ થતો હોતો નથી.

એવામાં હાલ એક ખુબ જ અદભુત વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યો છે જેને ias ઓફિસરે પોતાના ટ્વીટર હેન્ડલર પર શેર કર્યો હતો જે લોકોને તો ખુબ વધારે પસંદ આવ્યો જ હતો જયારે સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે ચર્ચાનો વિષય બની ગયો હતો. તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો આઈએએસ ઓફિસર અવનિશ શરણે પોતાના ટ્વીટર હેન્ડલર પર શેર કર્યો હતો જેમાં એક નાના એવા બાળકે દરેક લોકોને શીખ આપી હતી.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વરસાદ આવેલો છે અને રસ્તાની બાજુમાંથી પાણી ગટરમાં જઈ રહ્યું છે પરંતુ કચરો આવી જતા આ પાણીને જવાનો રસ્તો મળતો નથી જેને જોઈને એક શાળાએ જતો બાળક પોતે સાઇકલ ઉભી રાખે છે અને પેહલા આજુબાજુ બધાને નિહાળે છે અને બાદમાં પછી પોતાના જ હાથેથી આ કચરાને દૂર કરવા લાગે છે જેના લીધે પાણીનો નિકાલ આરામથી થઇ શકે.

વિડીયોમાં જોઈ જ શકાય છે કે બાળક કદી મેહનત અને પોતે સ્વછતાની લાગણી સાથે આ કચરો સાફ કરીને પાણીનો નિકાલ કરી રહ્યો છે, ખરેખર આ વિડીયો ખુબ જ અદભુત છે કારણ કે નાના બાળકના આવા સંસ્કાર જે ખુબ પ્રસન્નતાની વાત કહેવાય. આઇએએસ ઓફિસરે આ વીડિયોના કેપશનમાં લખ્યું હતું કે ‘શિક્ષા’. આ વિડીયોને ત્યાર સુધી 3 લાખ લોકોએ જોઈ લીધો છે અને સૌ કોઈ આ વિડીયોને ખુબ વધારે પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *