આ તો બાકી ગજબનું ગામ હો ! આ ગામમાં ડુંગળી-લસણ ખાવાની છે પાબંધી, આવું કેમ? કારણ જાણીને તમને આંચકો જ લાગી જશે
આપણા દેશ વિશે તો તમે જાણતા જ હસો, આપનો દેશ અનેક એવી વિશેષતા ધરાવતો દેશ છે જ્યા અનેક ધર્મ તથા જાતિના લોકો એક સાથે હળીમળીને રહે છે. એવામાં જો આપણે આપણા દેશ વિશે વાત કરીએ તો દેશની અંદર અનેક એવા ગામો તથા શહેરો છે જે ખુબ વિવિધતાથી તો ભરેલા જ છે પરંતુ સાથો સાથ ખુબ અલગ પ્રથા પણ ધરાવતા હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવા જ ગામ વિશે જણાવાના છીએ જેના વિશે જાણ્યા બાદ તમે પણ ચોકી જશો.
આમ તો તમને ખબર હશે કે અનેક ગામો આપણા દેશમાં એવા છે જેની અલગ અલગ પ્રથા હોય છે, અમુક ગામોમાં નાનપણમાં લગ્ન કરવાની તો અમુક ગામોમાં બીજી કોઈ ધાર્મિક બાબતે અનુસરવાની રીત રસમો હોય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે તમને એક એવા અનોખા ગામ વિશે જણાવાના છીએ જેના વિશે જાણ્યા બાદ તમે પણ હલ્લી જશો.તમને જણાવી દઈએ કે આ અનોખા ગામમાં ડુંગળી તથા લસણ ખાવા માટેની પાબંધી છે.
આપણા દેશની અંદર એક આવું પણ ગામ છે જેમાં ડુંગળી તથા લસણ ખાવા પર પ્રતિબંધ છે,આની પાછળ પણ ખુબ રસપ્રદ કારણ જાણવા મળ્યું છે.તમને જણાવી દઈએ કે આ ગામ બિહારના જહાંનાબાદ જિલ્લાના ચીરી પંચાયતમાં નજીક આવેલ ત્રિલોકી બિગહા નામનું આ ગામ છે જ્યા નાના બાળકોથી લઈને મોટી વયના વડીલ લોકો પણ લસણ તથા ડુંગળી ખાવાનું ટાળી રહ્યા છે.
અમુક મુખ્ય મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે આ પ્રથા એક બે વર્ષોથી નહીં પર્ણનું ઘણી સદીઓથી આવી પ્રથા ચાલતી જ આવી રહી છે, અહીં લોકો ડુંગળી લસણ ખાવાનું તો શું વાત પણ કરતા હોતા નથી. હવે તમને વિચાર આવશે કે આ ગામની એવી તો શું મજબૂરી હશે કે ડુંગળી લસણ ખાવાની પાબંધી હશે, તો ચાલો આ અંગેનું તમને આ ખાસ કારણ જણાવીએ.
આ ગામના વડીલોનું એવું માનવું છે કે આ ગામના જે જે લોકોએ ડુંગળી અથવા તો લસણનું સેવન કર્યું તેવા તમામ લોકોની સાથે કોઈને કાંઈક તો ખરાબ થયું જ હતું, આથી જ સદીઓ પેહલાથી આ ગામમાં આવી પ્રથા ચાલતી આવી રહી છે અને આ ડરને લીધે જ લોકો લસણ કે ડુંગળીને ખાય શકતા નથી.