બોલીવુડના એક્ટર્સો અને તેનો પરિવાર સમાચારોમાં ખૂબ હેન્ડલાઈન બનાવતા રહે છે. બોલીવુડના એક જમાનાના પ્રખ્યાત અભિનેતા એટલે જ આમિર ખાન આજે પણ આમિર ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું યોગદાન આપતા રહે છે. આમિર ખાન થી પણ વધુ હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય તો તે તેની દીકરી આયરા ખાન છે.
હાલમાં જાણવા મળ્યું કે 18 નવેમ્બરના રોજ આમિર ખાનની દીકરી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નુપુર શિખર સાથે સગાઈ કરી છે. આયરા ખાન અને નુપુર શિખર બંને છેલ્લા ઘણા સમયથી એકબીજા ને ડેટ કરી રહ્યા હતા. હાલમાં તે બંને સગાઈના બંધનમાં બંધાઈ ગયા છે. જેની કેટલીક તસ્વીરો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલી જોવા મળે છે. એક પ્રાઇવેટ સેરેમની માં પરિવારના સદસ્યો અને મિત્રોની હાજરીમાં બંને સગાઈના બંધનમાં બંધાયા હતા.
સગાઈને શાનદાર બનાવવા માટે આયરા ખાનના ભાવિ પતિ નુપુર શિખરે સફેદ શર્ટ અને બ્લેક બોક ટાઈ સાથે ક્લાસિક કપડાં પહેર્યા હતા. તો આયરા ખાન લાલ કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં જોઈ શકાય છે તેમ કપલ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. સગાઈ દરમિયાન નુપૂરે ઘૂંટણ ઉપર બેસીને આયરાને પ્રપોઝ કર્યું હતું.
સગાઈના પ્રસંગે આમિરખાને પાપા કહેતે હૈ ગીત ઉપર ખૂબ જ ધમાકેદાર ડાન્સ પણ કર્યો હતો. રોમેન્ટિક કપલની તસવીરો વાયરલ થતા તેના ચાહકો બંનેને ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તો બીજી તસવીરમાં જોઈ શકાય છે તેમ બંને એકબીજાના હાથમાં હાથ નાખીને કપલ ડાન્સ પણ કરી રહ્યા છે. આમ આયરા અને નૂપુર ની આ તસ્વીર તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે અને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!