Entertainment

જાણો શા માટે જયા બચ્ચનની બંને બહેનો રહે છે ફિલ્મ જગતથી દૂર! અમિતાભ બચ્ચન..જુઓ ફોટાઓ

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હિન્દી ફિલ્મ જગત ની લોકપ્રિયતા આખા વિશ્વમાં છે. લોકો દ્વારા હિન્દી ફિલ્મ અને તેના કલાકારો ને ઘણા પસંદ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ માં અનેક કલાકારો જોવા મળે છે જે પૈકી ઘણા કલાકારો પોતાની એક્ટિંગ અને આગવી શૈલી ના કારણે લોકપ્રિયતા ના શિખરોશર કરે છે લોકો તરફથી અનેક ફિલ્મી કલાકારો ને પસંદ કરવામાં આવ છે.

લોકો આ કલાકાર અને તેમના જીવન તથા પરિવાર વિષે જાણવા માંગે છે આપણે અહીં બચ્ચન પરિવાર ના એવાજ ખાસ લોકો સાથે મળવા જઈ રહ્યા છિએ. કે જેઓ ફિલ્મ જગતથી ઘણા દૂર છે આપણે અહીં બચ્ચન પરિવાર ની વહુ જયા બચ્ચન ની બહેનો અંગે વાત કરવાની છે જેના વિશે અમુક લોકો જ જાણે છે.

આપણે સૌ જાણીએ છિએ કે જયા બચ્ચન બોલીવુડ માં ઘણું મોટું નામ ધરાવે છે વર્ષ 1971 માં આવેલ ફિલ્મ ‘ ગુડ્ડી ‘ થી તેમણે ફિલ્મ જગત માં પગ મૂક્યો અને તે બાદ કોઈ દિવસ પાછળ જોયું નથી. તેમણે ફિલ્મી કરિયર માં શોલે, અભિમાન, સીલાસિલા જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપીને પોતાની ખાસ ઓળખ બનાવી છે.

લોકોને જયા બચ્ચન અને અમિતાભ ની જોડી ખાસ પસંદ આવતી જે બાદ આ બંને કલાકાર લગ્ન કરી બોલીવુડ ના પાવર કપલ બન્યા જોકે હાલમાં જયા બચ્ચન ફિલ્મ જગતથી દૂર છે. તેવામાં થોડા સમય પહેલા સૉશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તેમના અમુક ફોટા ચર્ચામાં છે.

જણાવી દઈએ કે જયા બચ્ચન ને બે બહેનો છે. જે પૈકી એક નું નામ નીતા ભાદુરી જ્યારે બીજી બહેન નું નામ રિતા ભાદુરી છે જોકે આ બંને બહેનો જયા બચ્ચન ની જેમ ફિલ્મ ક્ષેત્રે સક્રિય નથી. તેઓ પોતાના ઘર પરિવાર અને બાળકો માં લાઇમ લાઈટ થી દૂર રહેવા માંગે છે.

જોકે જયા બચ્ચન ના બનેવી એટલે કે રિતા ભાદુરી ના પતિ એક્ટિંગ ક્ષેત્રે ઘણું મોટું નામ ધરાવે છે. આપણે સૌએ સલમાન ખાન ની ફિલ્મ ‘ મેને પ્યાર કિયા ‘ જોઈ હશે. આ ફિલ્મ માં સલમાન ના પિતા નો રોલ કરનાર કલાકાર રાજીવ વર્મા રિતા ભાદુરી ના પતિ છે.

જો વાત રિતા અને રાજીવ ના લગ્ન અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર તેમના પ્રેમ લગ્ન થયા છે. જ્યારે રાજીવ વર્મા અને રિતા ભાદુરી બંને એક સાથે ભોપાલ થીયેટર માં કામ કરતા ત્યારે તેમની પહેલી મુલાકાત થઈ અને બંને મિત્રો બન્યા જે ધીરે ધીરે પ્રેમમાં બદલાઇ ગયો અને અંતે લગ્ન કર્યા.

જાણકારી માટે જણાવી દઈએ કે રીતા અને રાજીવ હાલમાં ભોપાલ થિયેટર તથા હોટેલ સરલ ગ્રુપના માલિક છે. જયા બચ્ચનની બંને બહેનો પૈકી રીતા જયા બચ્ચન સાથે ખૂબ જ સારો બોન્ડિંગ ધરાવે છે થોડા સમય પહેલા જ જયા બચ્ચન ની માતા ના જન્મ દિવસે તમામ બહેનો સાથે જોવા મળ્યા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *