આસ્થાનું કેન્દ્ર ખોડીયાર મંદિર! રાજપરા ખોડીયાર મંદિર વિશે આ ખાસ વાત કોઈ નહિ જાણતું હોઈ! અહી સક્ષાત માતાજીના..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ અને આપણી ધરા ભગવાન અને સાધુ સંતો ની ધરા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અનેક જગ્યાએ ભગવાના માનવ સ્વરૂપે જન્મયા છે અને લોકોના દુઃખ દુર કરવાના કામ કર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં આજના કળયુગમાં પણ દેવી દેવતાઓ ના અનેક મંદિર છે કેજે આ બાબત ની સાક્ષી પૂરી કરે છે આપણે સૌ જાણીએ છીએ કે ભારત મંદિરો નો દેશ છે અહી અનેક મંદિરો આવેલા છે કેજે દેશ વિદેશમાં વસતા લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે અહી મંદિરમાં ભક્તો ભાવથી અને શ્ર્ધાથી દૈવીય શક્તિ ના ચરણ માં શીશ નમાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા કળયુગમાં પણ ભગવાનના પરચા જોવા મળે છે આપણે અહી આવાજ એક મંદિર વિશે વાત કરવાની છે કે જે લોકોમાટે આસ્થાનું કેન્દ્ર છે અને મંદિર ના અનેક પરચા પણ છે આપણે અહી ખોડીયાર માતાજી ના મંદિર વિશે વાત કરવાની છે કેજે ભાવનગર ના રાજાપરા માં આવેલ છે.
આપણે અહી જાણશું કે કઈ રીતે માતાજીએ તેમના ભાઈનો જીવ બચાવ્યો હતો. જણાવી દઈએ કે માતાજી ચારણ હતા ખોડીયાર માતાજી નું સાચું નામ જાનબાઈ છે. તેમના પિતાનું નામ મામડીયા જયારે માતા નું નામ દેવળબા હતું આપણે સૌ જાણીએ છીએ કે ખોડીયાર માતાજી સાત બહેન અને એક ભાઈ હતા તેમના ભાઈ નું નામ મેરખીયા હતું. એક વખત માતાજીના ભાઈને સાપ કરડ્યો હતો જેના કારણે પરિવાર ચિંતામાં હતો.
ત્યારે કોઈએ ખોડીયાર માં ને કહ્યું કે પાતાળ લોકમાં જે રાજા છે તેમની પાસે અમૃત છે માટે તે અમૃત સુરજ ઉગે તે પહેલા તેમના ભાઈને મળશે તો ભાઈ મેરખીયા નો જીવ બચી જશે. જે બાદ માતાજી પાતાળ લોક જઈને ભાઈના જીવને બચાવવા માટે અમૃત લેવા માટે ગયા તેવામાં પરત ફરતી વેળાએ માં ને ઠેસ લાગી જે બાદ ચાલી ના શકતા માતાજીએ મગરની સવારી લીધી અને આજે પણ મગર માતાજીની સવારી માનવામાં આવે છે. આ સમયે માતાજી અમૃત લઈને આવ્યા ત્યારે તેઓ ખોડાતા ખોડાતા ચાલતા હતા જે બાદ જાનબાઈ માતાજીનું નામ ખોડીયાર માં પડ્યું.