Gujarat

લોકપ્રિય ગાયકા ઉર્વશી રાદડિયાના જીવનની આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે! બાળપણમાં તેમના પિતા..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે વર્તમાન સમય ગુજરાતી સંગીત નો સમય છે હાલમાં આખા વિશ્વ માં ગુજરાતી સંગીત ને ઘણો પ્રેમ આપવામાં આવે છે લોકો ગુજરાતી ડાયરા, ભજન, આખ્યાન વગેરે ઘણા પસંદ કરે છે. અને સાથો સાથ ગુજરાતી સંગીતકાર ને પણ ઘણો પ્રેમ આપે છે. આપણે અહીં આવાજ એક લોકપ્રિય ગુજરાતી કલાકાર વિશે વાત કરવાની છે.

આપણે અહીં લોકપ્રિય ગાયકા ઉર્વશી રાદડિયા વિશે વાત કરવાની છે જણાવી દઈએ કે હાલમાં ઉર્વશી રાદડિયા ને દરેક લોકો ઓળખે છે તેમણે પોતાના દમદાર અવાજ થી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી છે તેમની લોકપ્રિયતા દેશ વિદેશ માં પણ જોવા મળે છે. ઉર્વશી રાદડિયા ના દરેક કાર્યક્રમ માં લાખો લોકોની ભીડ જોવા મળે છે.

આપણે સૌ ઉર્વશી રાદડિયા ના અવાજ ના ચાહકો છિએ. જ્યારે પણ કોઈ જગ્યા છે ઉર્વશી રાદડિયા નો કાર્યક્રમ હોઈ તો પાણી ની જેમ પૈસાનો વરસાદ તેમના પર થાય છે હાલમાં જ તેમનો એક કાર્યક્રમ ઘણો ચર્ચામાં આવ્યો હતો કે જેમાં ઉર્વશી રાદડિયા પર રૂપિયા 20,50 અને 500 ની નોટો નો પીપ ભરી ને વરસાદ કરવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ છે.

આજ બાબત ઉર્વશી રાદડિયા ની લોકપ્રિયતા દર્શાવે છે કે લોકોને તેમનો અવાજ ઘણો પસંદ આવે છે. હાલમાં લોકો ના દિલમાં ખાસ જગ્યા બનાવનાર ઉર્વશી રાદડિયા ઘણું જ આલિશન અને વૈભવી જીવન જીવે છે પરંતુ એક સમય હતો જ્યારે તેમની પાસે કઈ ના હતું આપણે અહીં ઉર્વશી રાદડિયા ના જીવન વિશે વાત કરવાની છે.

સૌ પ્રથમ જણાવી દઈએ કે જેમ ગીતા રબારી ને કચ્છી કોયલ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ઉર્વશી રાદડિયાને કાઠિયાવાડની કોયલ કહેવામાં આવે છે. ઉપરાંત લોકો તેમને પ્રેમથી ગુજરાતની આબિદા પરવીન તરીકે પણ ઓળખે છે. જાણકારી માટે જણાવી દઈએ કે આબિદા પરવીન પાકિસ્તાન ના લોકપ્રિય સૂફી સિંગર છે, જેમણે પોતાના સુફિયાણી ગીતોથી લોકોમાં ખાસ નામના મેળવી હતી.

જો વાત ઉર્વશી રાદડિયા અંગે કરીએ તો તેમનો જન્મ ગુજરાત ના અમરેલી માં 25 મે 1990ના રોજ થયો હતો પરંતુ તેઓ નો ઉછેર અમદાવાદ માં થયો હતો. જાણીને નવાઈ લાગશે પરન્તુ ઉર્વશી રાદડિયા એ માત્ર 3 વર્ષની ઉંમરે શાસ્ત્રીય સંગીત શીખ્યું અને માત્ર 6 વર્ષની ઉંમરથી ગાવાનુ શરૂ કર્યું.

જણાવી દઈએ કે એક ઈંટરવ્યુ દરમિયાન ઉર્વશી રાદડિયા એ જણાવ્યું હતુકે તેઓ બાળપણ માં પોલીસ બનવા માંગતા હતા પરન્તુ ઘરની આર્થિક સ્થિતિ ના કારણે તેઓ નું સપનું પૂરું થયું નહીં ઉર્વશી રાદડિયા ના જણાવ્યા અનુસાર તેમના માતા પિતા માત્ર ત્રણ હજાર રૂપિયા કમાતા હતા

જોકે ઓછિ આવક હોવા છતા પણ ઉર્વશી રાદડિયા ના પિતાએ ક્યારે તેમને કોઈ વસ્તુ ની કમી પાડવા નથી દીધી અને પોતાની ઓછિ આવક હોવા છતા પિતા ઉર્વશીના મ્યુઝિક ક્લાસની ફી ચૂકવણી કરી હતી. ઉર્વશી રાદડિયા પોતાની સફળતા પાછળ પિતાને સૌથી વધુ મહત્વ આપે છે.

એક સમયે આર્થિક તંગી નો સામનો કરી રહેલ ઉર્વશી રાદડિયા આજે લાખો રૂપિયા કમાય છે અને તેમના કાર્યક્રમ માં કરોડો રૂપિયા નો વરસાદ થાય છે. જણાવી દઈએ કે ઉર્વશી રાદડિયા એ ગુજરાતી ઉપરાંત હિન્દી, પંજાબી સાથો સાથ રાજસ્થાની અને મરાઠી ગીતો પણ ગાયા છે ઉપરાંત તેઓ મંત્રો, લગ્ન પ્રસંગો અને સૂફી ગીતો તથા ગઝલો પણ ગાય છે.

ઉર્વશી રાદડિયા ના ગીતો ‘મુજે મારી મસ્તી’ અને ‘છપ તિલક સબ ચીની’ ઉપરાંત ‘સૌરાષ્ટ્રની વાસી હમ પટેલ કાઠિયાવાડી’ તથા ‘વીર વલ્લભ વંદે વંદન હજાર..’ તેમના પ્રખ્યાત ગીતો છે. હાલમાં ઉર્વશી રાદડિયા દેશ વિદેશમાં અનેક કાર્ય ક્રમ કરે છે અને અંદાજે તેઓ એક વર્ષમાં 100 થી વધુ કાર્યક્રમ કરે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *