દુલ્હન ના હાથ ની મહેંદી હજુ સુકાણી પણ નોતી ત્યાં પતિ નું થઇ ગયું મોત…જાણો ઘટના
આજકાલ અકસ્માત થવાના કિસાનો ખુબ જ સામે આવે છે. અકસ્માત માં લોકો કાંતો ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા તો મૃત્યુ પામતા હોય છે. રાજસ્થાન માંથી એક હચમચાવી દે એવી અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં એક યુવક ના લગ્ન ના માત્ર થોડાક જ દિવસ થયા હતા ત્યાં તેનું રોડ અકસ્માત માં મોત થઇ ગયું છે. યુવક ની પત્ની ને આ વાત ની ખબર પડતા તેની આંખ માંથી આંસુ સુકાવાના નામ લેતા નથી.
રાજસ્થાન ના ઉદયપુર જિલ્લાના ફલાસિયા ગામમાં રહેતા પ્રવીણ મેઘવાલ નામના યુવક ની 19 મેં ના રોજ લગ્ન હતા. પ્રવિણ ના લગ્ન સૈલાના માં રહેવાવાળી પ્રમીલા ની સાથે લગ્ન હતા. લગ્ન બાદ રવિવારે પ્રમીલા ને એક પરીક્ષા હતી. આ માટે તે પરીક્ષા દેવા એક સ્કૂલ માં ગઈ હતી. અને તેનો પતિ પ્રવીણ તેના પિતરાઈ ભાઈ લોકેશ ની સાથે પોતાના સાસરે જતો હતો.
આ દરમિયાન માં જાડોલ-ઇડર નેશનલ હાઇવે 58 પર પ્રવીણ ની બાઈક પુલીયા ની પાસે જય ને અથડાય હતી. જાણવા મળ્યું કે પ્રવીણ ની બાઈક ની સ્પીડ ખુબ જ હતી આ માટે આ દુર્ઘટના થઇ હતી. આ દરમિયાન બાઈક પર ના બેય ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માટે તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં થોડી સારવાર બાદ બન્ને નું મોત થયું હતું.
આ વાત ની ખબર તેની પત્ની ને પડતા તેની રોય રોય ને ખુબ જ ખરાબ હાલત થઇ ગઈ હતી. અને બને ના પરિવાર જનો માં મહામુસીબતો આવી પડી હતી. પોલિસે આ બાબતે કેસ નોંધી ને વધુ તપાસ હાથ ધરી હતી. આ મોટી દુર્ઘટના માં એક જ પરિવાર ના બે ભાઈઓ ના મોત થઇ જતા. પરિવાર ના લોકો ના માથે મહામુસીબતે આવી પડી છે.