પીપરા ગામ પાસે સર્જાયો મોટો અકસ્માત દાહ સંસ્કારમાં ગયેલ એક પરિવાર ના 6 લોકો ને કાળ ભરખ્યો જયારે ચાર લોકો……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશ માં અકસ્માતો ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવા અકસ્માત માં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. જયારે ઘણા લોકો ઘાયલ પણ થાય છે. જોકે અકસ્માત માં મૃત્યુ પામતા લોકો ના પરિવાર પર શું વીતતી હશે તેના વિશે આપણે કદાચ ના જાણી શકીએ પરંતુ આપણે સૌ પોતાના સ્વજનોના ખોવાના દુઃખ કેટલું હોઈ છે તેનાથી પરિચિત છીએ. આવા અકસ્માત એક યા બીજી વ્યક્તિ ની ભૂલ કે ગેર સમાજ ના કારણે સર્જાતા હોઈ છે.
જોકે દરેક અકસ્માત આવા હોઈ તેવું જરૂરી નથી ઘણી વખત એવું પણ બને કે સામે વળી વ્યક્તિ ની ભૂલ ના કારણે અન્ય પક્ષકારને પણ ભોગવવું પડે છે અને ઘણી વખત તેને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આપણે અહીં આવાજ એક અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક ટ્રકે એક ગાડીને ટક્કર મારી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે એક જ પરિવાર ના છ લોકો મૃત્યુ પામ્યા હતા જયારે ચાર લોકો ઇજા ગ્રસ્ત થયા હતા. જો આ અકસ્માત વિશે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહતી અનુસાર આ અકસ્માત હલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પીપર ગામ પાસે સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે આ અકસ્માત મંગળવારે સવારે લગભગ છ વાગ્યા આસ પાસ સર્જાયો હતો. અહીં લખીસરાય જિલ્લના સિકંદર શેખપુર હાઇવે પાસે આ દુઃખદ ઘટના બની હતી. જો અકસ્માત અંગે વાત કરીએ તો અહીં એક ગેશ સિલિન્ડર ભરેલ ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકે એક સુમમો કારને આગળથી ટક્કર મારી હતી.
અકસ્માત ના કારણે એક પરિવાર ના છ લોકો મૃત્યુ પામ્યા હતા જયારે ચાર લોકો ઇજા ગ્રસ્ત થયા હતા. જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલ અને ઇજા ગ્રસ્ત લોકો અંગે કરીએ તો અકસ્માત માં મૃત્યુ પામનાર લોકો પૈકી 5 લોકો જમુઈ ખેરા પ્રખંડ ના નૌડીહ ના રહેવાસી હતા જયારે અન્ય એક વ્યક્તિ ચૌહાણજી વિસ્તાર ના રહેવાસી હતા. તમને જણાવી દઈએ કે આ તમામ લોકો જમુઈ જીલ્લાના ખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સગદાહા ભદરા ગામના રહેવાસી લાલજીત સિંહ ના પત્ની કે જેમનું નામ ગીતા દેવી હતું તેમના નિધન ના કારણે તેમના દાહ સંસ્કાર માં ગયા હતા તે સમયે જયારે આ ગાડી શેખપુરા ના સિકંદરા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ વિશે કરીએ તો તેમાં લાલજીત સિંહ અને તેમનો મોટો પુત્ર અમિત શેખર ઉપરાંત નેનો પુત્ર રામચંદ્ર સિંહ અને પુત્રી બેવિ દેવી, સાથો સાથ તેમની ભાણકી અનિતા દેવી અને આ ગાડીના ચાલાક પ્રીતમ કુમાર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અકસ્માત માં ચાર લોકો ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયા છે. અકસ્માત ના કારણે આસપાસ લોકો એકઠા થઇ ગયા અને ઈજાગ્રસ્ત લોકો ને સારવાર અર્થે નજીક ના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ઘટના ની જાણ થતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને તાપસ શરૂ કરી.