કોરોના સામે રક્ષણ મેળવવા જઈ રહેલ બે બાળકો ને નડ્યો અકસ્માત જેમાં તે બાળકો….
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશમાં વાહનો ની સંખ્યા માં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. વધતા વાહનો ની સાથો સાથ અકસ્માત ના બનાવો પણ વધવા લાગ્યા છે. આપણે લગભગ દરરોજ અકસ્માત ના બનાવો અંગે જોતાં અને સાંભળતા હોઈએ છિએ.
આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.
હાલ આવો જ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં બે બાળકો બાઈક લઈને કોરોના સામે રક્ષણ મેળવવા રસી લેવા જઈ રહ્યા હતા. તેવામાં એક વહને આ બાળકો ને ટક્કર મારી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં બંને માસુમો ને પોતાનો જીવ ગુમવ્વો પડ્યો હતો. જો વાત આ અકસ્માત અંગે વિસ્તારથી કરીએ તો તેની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી મુજબ આ અકસ્માત છત્તીસગઢના ચંપા જિલ્લામાં સર્જાયો હતો. અહીં બે બાળકો કે જેમની ઉંમર 15 વર્ષ છે તેઓ કોરોનનિ રસી લેવા જઈ રહ્યા હતા. આપણે સૌ જાણીએ છિએ કે હવે દેશમાં 15 થી 18 વર્ષના બાળકો નું રસી કારણ પણ શરૂ થઈ ગયું છે તેવામાં આ બંને બાળકો લોકેશ બારથ અને નીરજ ચૌહાણ રસી લેવા જઇ રહ્યા હતા.
જણાવી દઈએ કે આ બંને બાળકો બારભાથા ગામના રહેવાસીઓ હતા અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ચાપોરામાં અભ્યાસ કરતા હતા. જ્યારે આ બંને બાળકો ગાડી લઈને રસી લેવા જઈ રહ્યા હતા ત્યારે એક તેજ રફ્તાર વાહન તેમને ટક્કર મારી ભાગી ગયો. જેના કારણે આ બંને બાળકો મૃત્યુ પામ્યા.