મિત્રો આપણે સૌ જાણીએ છીએ છેલ્લા થોડા સમયથી દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે સરકાર દ્વારા અકસ્માત ન થાય તે માટે અનેક પગલાઓ હાથ ધરવામાં આવ્યા છે છતાં પણ છેલ્લા થોડા સમયથી અકસ્માતના જે આંકડાઓ સામે આવ્યા છે. તેણે દેશની ચિંતા વધારી છે દેશમાં અકસ્માતોના બનાવમાં જે રીતે વધારો નોંધાયો છે તેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઘણા લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડયા છે મિત્રો દરેક અકસ્માત એક કે બીજી વ્યક્તિને ભૂલ કે ગેરસમજને કારણે સર્જાતા હોય છે.
જોકે ઘણા અકસ્માતો વ્યક્તિની પોતાની ભૂલના કારણે પણ સર્જાતા હોય છે અકસ્માત સર્જાવાની સૌથી મોટું કારણ વાહનની વધુ પડતી ગતિને માનવામાં આવે છે હાલ આવો જ એક દુઃખદ અકસ્માત અંગેનો બનાવ સામે આવ્યો છે કે જેણે બોલિવૂડના એક મશહૂર એક્ટર પોતાની ઝપેટમાં લીધા છે તો ચાલો આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવવી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત મુંબઈ થી પુના જતા એક્સપ્રેસ વે પર દેહુ રોડ પાસે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બોલીવુડ ના મશહૂર એક્ટર હેમંત બિર્જેની સાથે સર્જાયો હતો. જણાવી દઈએ કે અકસ્માત સમયે ગાડી માં હેમંત બિર્જેની અને તેમની સાથે પત્ની તથા દીકરી પણ હતા. જણાવી દઈએ કે અકસ્માત બાદ હેમંત બિર્જેની અને તેમના પત્ની અકસ્માત ના કારણે ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે હેમંત બિર્જેની ઍ બીજું કોઈ નહીં પરંતુ બૉલીવુડના લોકપ્રિય ટાર્ઝન છે. તેમણે વર્ષ 1985 માં ‘ધ એડવેન્ચર ઓફ ટાર્ઝન’ ફિલ્મ કરી હતી. આ તેમાંની પહેલી ફિલ્મ હતી. જેના કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. જણાવી દઈએ કે ટાર્ઝન ફિલ્મ બતાવવામાં આવેલ હેમંત બિર્જેની અને કિમી કાટકર ના બોલ્ડ સીન લોકો માં ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ બાદ તેમને ઘણી ફિલ્મ ની ઓફર મળી હતી. જો કે થોડા સમય બાદ તેમની એક પછી એક ફિલ્મ ફ્લોપ થતાં તેમનું નામ ફ્લોપ એક્ટરમા સામેલ થઈ ગયું.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.