લગ્નમા જઈ રહેલ પરિવાર ને ભારે પડ્યું ઝોકું ! અકસ્માત ના કારણે એક સાથે ચાર લોકોના…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દેશ અને રાજ્ય માં છેલ્લા થોડા સમયથી અકસ્માત ની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આવા અકસ્માત એક કે બીજી વ્યક્તિની ભૂલ કે ગેર સમાજ ના કારણે સર્જાતા હોઈ છે. હાલમાં અકસ્માત નું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે વ્યક્તિ ઘરની બહાર નીકળ્યા પછી પરત આવશે કે કેમ તે બાબત અંગે પણ કોઈ ખાતરી મળતી નથી. મિત્રો આવા અનેક અકસ્માતોમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે. જયારે ઘણા લોકોને અકસ્માત માં પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે, મિત્રો મોટા ભાગના અકસ્માત નું મુખ્ય કારણ વાહનની વધુ ગતિને માનવામાં આવે છે.
હાલમાં એક આવા જ દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક પરિવાર ગાડી લઈને સાગા ના લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તેવામાં ગાડી ની ગતિ ઘણી વધુ હતી અને ઉપરાંત ગાડી ચાલાક ને ઝોકું આવતા અનિયંત્રિત થયેલ આ ગાડી સામેથી આવી રહેલ અન્ય ગાડી સાથે અથડાઈ જતા આ અક્સ્માત સર્જાયો હતો. અકસ્માત માં ચાર લોકોના મોત થયા છે. જયારે ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જો વાત આ અકસ્માત અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત હરસાવા બડા ગામ પાસે આવેલ રાષ્ટ્રીય માર્ગ નંબર 52 પર સર્જાયો હતો. અહીં બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જણાવી દઈએ કે આ અકસ્માત સીફ્ટ ગાડી અને એક suv ગાડી વચ્ચે સર્જાયો હતો. અકસ્માત સમયે સીફ્ટ ગાડીમાં સવાર લોકો સંબંધીના લગ્ન માં અબોહર જઈ રહ્યા હતા. તેવામાં આ સીફ્ટ ગાડી ચલાવનાર વ્યક્તિને ઝોકું આવ્યું જેના કારણે તેમની ગાડી અનિયંત્રિત થઇ અને સામેથી આવી રહેલ suv ગાડી સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત માં ચાર લોકો મૃત્યુ પામ્યા અને ત્રણ લોકો ઘાયલ થયા.
જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં નીતિન માહેશ્વરી કે જેઓ સીફ્ટ ગાડી ચલાવી રહ્યા હતા તેઓ તેમનો પુત્ર દક્ષ અને suv ગાડીમાં સવાર એક મહિલા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા જયારે નીતિન ભાઈના પત્ની સપનાને ગંભીર ઇજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે સીકર લઈ જવામાં આવ્યા હતા કે જાય સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. જો વાત અકસ્માત માં ઘાયલ થયેલ લોકો અંગે કરીએ તો તેમાં નીતિન ભાઈ નો બીજો પુત્ર તામન્ય અને suv માં સવાર ઓમપ્રકાશ સુથાર અને રતનલાલ નો સમાવેશ થાય છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાશ હાથ ધરી. આ બાબત અંગે સૌથી દુઃખદ ઘટના એ હતીકે જયારે મૃતકના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું ત્યારે નીતિન ભાઈ અને સપના બહેનની લગ્નની વર્ષગાંઠ હતી.