મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વાહનોની સંખ્યામાં ઘણો વધારો થઈ ગયો છે. જેના કારણે અકસ્માત ની સંખ્યામા પણ વધારો થઈ ગયો છે. હાલમાં વ્યક્તિ એક વખત બહાર નીકળે પછી પાછો આવશે કે નહીં તેની પણ કોઈ ખાતરી નથી. તેવામાં હાલમાં દેશ અને રાજ્યમાં અકસ્માતો ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે.
મિત્રો આવા અકસ્માત માં અનેક લોકો પોતાના સ્વજનોને ખોઈ બેસે છે. મિત્રો સ્વજનોને ખોવાનુ દુઃખ આપણે સૌ જાણીએ છિએ. તેવામાં હાલ એક એવાજ દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જેમાં એક જ અક્સ્માતે બે પેઢી પરથી સ્વજનોનો સાથ છુટી ગયો હતો.
મિત્રો મળતી માહિતી અનુસાર આ અકસ્માત ધોળકા બગોદરા હાઈવે પર સર્જાયો હતો. અહીં એક ઇકો ગાડી અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો વાત અકસ્માત સર્જાવ્વાના કારણ અંગે કરીએ કરીએ તો હાઈવે પર ઇકો ગાડી પોતાની ગતિએ એક લેનમા ચાલી રહી હતી. તેવામાં આગળ જઈ રહેલ ટ્રક અચાનક જ પોતાની લેન માંથી આ ગાડી વાળા લેનમા આવી ગયો અને પછી પોતાની ગતિ અચાનક જ ઘટાડી દિધી. જે બાદ પાછળ આવી રહેલ ઇકો ગાડી આગળ જઈ રહેલ ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ ગઈ અને અકસ્માત સર્જાયો.
જણાવી દઈએ કે અકસ્માત સમયે 14 લોકો આ ગાડીમાં સવાર હતા. જે પૈકી પાંચ લોકો ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઉપરાંત ગાડીમાં સવાર અન્ય પાંચ લોકો અને ચાર બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જણાવી દઈએ કે ઇકોમા સવાર આ પરિવાર બરવાળા પોતાના કુળદેવી ના દર્શને જઈ રહ્યા હતા.
જો વાત અકસ્માત મા મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો જણાવી દઈએ કે અકસ્માત માં બહાદુરભાઈ લાખાભાઈ ઠાકોર અને તેમના પત્ની હંસાબેન ઉપરાંત તેમનો પુત્ર મહેન્દ્ર અને પુત્રવધૂ છાયાબેન અને કૈલાશબેન ઠાકોરનું મોત થયુ છે.
આ ઉપરાંત અકસ્માત માં 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમા ધીરુભાઈ લાખાભાઈ ઠાકોર અને આશાબેન ધીરુભાઈ ઠાકોર ઉપરાંત રાકેશભાઈ બહાદુરભાઈ ઠાકોર, લલિતાબેન રાકેશભાઈ ઠાકોર ને ઈજા પહોચી છે જ્યારે 4 બાળકો પણ ઘાયલ થયા છે જેમા ગોપી મહેન્દ્રભાઈ ઠાકોર, હિતેન મહેન્દ્રભાઈ ઠાકોર અને રાહુલ રાજીવભાઈ ઠાકોર, ધવલ પ્રવિણભાઈ ઠાકોર નો સમાવેશ થાય છે.