ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા આખો પરિવારીક માળો વિખાયો જેમાં માતા પિતા અને પુત્ર ઉપરાંત…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાલમાં દેશ અને રાજ્યમાં જાણે અકસ્માત ની સીઝન ચાલી રહી હોઈ તેમ એક પછી એક દરરોજ અનેક અકસ્માતો અંગે માહિતી મળતી જ રહે હાલમાં વર્ષ ભલે બદલાઈ ગયું હોઈ પરંતુ અકસ્માત ના કિસ્સાઓ માં કોઈ બદલાવ આવ્યો નથી. પહેલાની જેમ આ વર્ષે પણ અકસ્માતો સતત થતા જ રહે છે. આપણે જયારે પણ ફોન કે છાપું જોઈએ છીએ કે તરત આવા એકાદ દુઃખદ અકસ્માત અંગે જાણકારી મળતી જ હોઈ છે. જો કે સરકાર અને લોકો દ્વારા અકસ્માત ન થાય તે માટે અનેક પગલાંઓ ભરવામાં આવે છે. પરંતુ આ અકસ્માત છે કે જે ઓછા થવાનું નામ જ લેતા નથી.
મિત્રો આવા અકસ્માત માં અનેક લોકો ને પોતાનો જીવ ગુમાવવો પડે છે. મિત્રો આમતો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તે દુઃખદ ઘટના છે. પરંતુ જયારે અકસ્માત માં આખો પરિવાર જ વિખાઈ જાય ત્યારે દુઃખ ઘણું જ વધુ અનુભવાઈ છે. મિત્રો હાલમાં એક આવા જ દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે. કે જ્યાં એક ટ્રેક દ્વારા એક ગાડીને અડફેટે લેતા ગાડીમાં સવાર આખો પરિવાર મમૃત્યુ પામ્યો છે. મિત્રો આ અકસ્માત અંગેની વિગતો આ મુજબ છે.
મળતી માહિતી અનુસાર અકસ્માત નો આ બનાવ ખોપોલી એગઝીટ અને ફૂડ મોલ વચ્ચે સર્જાયો હતો. આ દુઃખદ બનાવ પાસેના સિસિટીવી માં કેદ થયો હતો. મિત્રો અહીં એક ટ્રક બેકાબુ થઇ ને પહેલા એક ગાડી ત્યાર બાદ બીજા ટ્રકને ટકરાયો હતો. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના કુચા થઇ ગયા અને ઘણી જ મહેનત બાદ ગાડીને કાપીને ગાડીમાં સવાર ત્રણ લોકોના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત માં ગાડીમાં સવાર ત્રણ લોકોના મોટ થયા હતા.
મિત્રો જો વાત આ ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડીમાં સવાર પરિવાર મુંબઈ નાયગાંવ જઈ રહયો હતો. અકસ્માત સમયે ગાડીમાં જેકવીન ચોટિયાર અને તેમના પત્ની લુઈસા ચોટિયાર ઉપરાંત તેમનો 4 વર્ષ નો પુત્ર ડેરિયલ ચોટિયાર પણ સવાર હતા કે જેમના અકસ્માત ના કારણે જીવ ગયો. જયારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પણ ઘણી ગંભીર ઇજા પહોંચી હતી. જો વાત અકસ્માત સર્જાવાના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે ટ્રકની બ્રેક ફેઈલ થતા આ અકસ્માત સર્જાયો હતો.