બસના ડ્રાઈવર ને સૂવું હતું માટે કંડક્ટરે ચલાવી બસ અને સર્જાયો અકસ્માત જેમાં સાત લોકો થયા…..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે. પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે.
હાલ આવો જ એક અકસ્માત નો દુઃખદ બનાવ સામે આવ્યો છે. કે જ્યાં બસ નો ડ્રાઈવર સૂતો હતો જ્યારે બસને કંડક્ટર ચલાવી રહ્યો હતો. આ બસ ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં એક વ્યક્તિ નું મૃત્યુ થયું જ્યારે સાત લોકો ઘાયલ થયા. આ અકસ્માત ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત આઝમગઢથી લખનૌ જઈ રહેલી જનરથ બસ સાથે સર્જાયો હતો. આ બસ સુલતાનપુર ના ગોસાઈગંજમાં બાંસગાંવ પાસે ઝાડ સાથે અથડાઈ હતી. જે આ અકસ્માત નું કારણ છે જણાવી દઈએ કે અકસ્માત સમયે બસ ડ્રાઈવર સૂઈ રહ્યો હતો. જ્યારે કંડક્ટર બસ ચલાવી રહ્યો હતો અકસ્માત ની વિકરાળતા એટલા પરથી માલુમ પડે છે કે અકસ્માત બાદ બસના ભુક્કા બોલી ગયા.
અકસ્માત બાદ આસ પાસ ના લોકો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આવે મદદ કામગીરી શરૂ કરી. અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવા માં આવ્યા જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલ વ્યક્તિ અંગે કરીએ તો તેમનું નામ બિરબલ કુમાર હતું તેઓ 42 વર્ષના હતા અને તેઓ લંગડપુર કેન્ટોનમેન્ટ લાઇન જિલ્લા ગાઝીપુરનો રહેવાસી હતા.
જો વાત અકસ્માત માં ઈજાગ્રસ્ત લોકો અંગે કરીએ તો અકસ્માત ના કારણે નદીમ અહેમદ કે જેમની ઉંમર 40 વર્ષ છે. આ ઉપરાંત કાસિમ અહેમદ કે જેઓ 36 વર્ષ ના છે અને અનિલ ગુપ્તા કે જેમની ઉંમર 45 વર્ષ છે. આ ઉપરાંત રોહિત યાદવ અને કમલા દેવી ની સાથો સાથ વિનોદ કુમાર અને વિવેક કુમાર અકસ્માત માં ઈજાગ્રસ્ત થયા છે.