મિત્રના લગ્નમાં હાજરી આપીને પરત આવી રહેલ ગાડી પર સવાર થયો કાળ ઝાડ સાથે ગાડી ટકરાતા 3 લોકોના……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ને લગતા બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપું જોઈએ છીએ ત્યારે લગભગ એકાદ આવા અકસ્માત ને લગતા સમાચાર આપણી સામે આવે જ છે. આવા અકસ્માતો ના કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે જયારે અનેક લોકોને ઇજા પણ પહોંચે છે. આવા અકસ્માત એક યા બીજી વ્યક્તિની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતા હોઈ છે. જો કે દરેક અકસ્માત આવી રીતે જ સર્જાઈ તેમ જરૂરી નથી પરંતુ ઘણી વખત વ્યક્તિની પોતાની ભૂલના કારણે પણ વ્યક્તિને અકસ્માત નો સામનો કરવો પડે છે.
અકસ્માત નું કારણ ગમ્મતે હોઈ પરંતુ આવો અકસ્માત અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે ઘણો ગંભીર સાબિત થાય છે. અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો પર સૌ વીતતી હશે આપણે સૌ તેનાથી પરિચિત છીએ. કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોઈ છે તેનાથી આપણે સૌ માહિતગાર છીએ હાલ આવોજ એક દુઃખદ અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક ગાડી બેકાબુ બની અને રસ્તાની પાસે આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે જયારે બે લોકોને ઇજા પહોંચી છે.
જો વાત આ અકસ્માત અંગે વિસ્તાર કરીએ તો તે આ મુજબ છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત સુરત જીલ્લાના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક સર્જાયો છે. અહીં એક મારુતિ સુઝુકી અર્ટિગા કે જેનો નંબર જીજે 21 સીબી 3974 છે તે અનિયંત્રિત થઇ ને રસ્તાની પાસે આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માત સમયે ગાડીમાં પાંચ લોકો સવાર હતા અકસ્માત એટલો ભયંકર હતો કે ગાડીનો આગળનો ભાગ ભૂકો બોલી ગયો હતો.
જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં પીનલ ભાઈ રમણ ભાઈ આહીર ઉપરાંત યોગેશ ભાઈ ધનશુખ ભાઈ પટેલ અને નીલકમલ ભાઈ ગુલાબ ભાઈ પટેલનો સમાવેશ થાઈ છે. જયારે વાત આ અકસ્માત માં ઇજા ગ્રસ્ત લોકો અંગે કરીએ તો તેમાં નિલેશ ભાઈ હરેશ ભાઈ પટેલ અને પરિમલ ભાઈ નટુલ ભાઈ પટેલ નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.