એક્ટિવ ચાલાક પર કાળ બનીને વરસ્યું ટ્રેકટર જેના કારણે સર્જાયેલ અકસ્માત માં એક વ્યક્તિ નું…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ દેશ અને રાજ્યમાં અકસ્માત ને લગતા અનેક બનાવો સામે આવે છે. આવા ગંભીર અકસ્માતોમાં અનેક લોકોને ઇજા પહોંચે છે. જયારે ઘણા લોકોને અકસ્માતના કારણે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. આપણે જયારે પણ ફોન કે છાપું જોઈએ ત્યારે આપણને આવા અનેક બનાવો નજરે પડે છે. આવા અકસ્માતો એક યા બીજા વાહન ચાલાક ની ભૂલ કે ગેરસમજ ના કારણે સર્જાતો હોઈ છે.
જો કે દરેક અકસ્માત આવી રીતે જ થતો હોઈ તેમ જરૂરી નથી. ઘણી વકત આપણે અકસ્માત ને લગતા એવા પણ બનાવો જોયા છે જેમાં એક વાહન ચાલાક ના કારણે અન્ય વ્યક્તિને અકસ્માતનો સામનો કરવો પડતો હોઈ છે.અને આવા અકસ્માતોમાં તેમને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોઈ છે. જો કે અકસ્માત નું કારણ ગમ્મતે હોઈ પરંતુ અકસ્માત માં મૃત્યુ પામેલા પરિવાર પર શું વીતતી હશે તેના વિશે આપણે માહિતગાર છીએ, હાલ આવા જ એક દુઃખદ અકસ્માત અંગે વિગતો મળી રહી છે કે જ્યાં એક ટ્રેક્ટરે અનિયંત્રિત થતા એક એક્ટિવા ચાલાક ને ટક્કર મારી હતી. આ અકસ્માત માં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત પાટણ ના જીમખાની પાસેના મેદાન ની નજીક આવેલા રોડ પર સર્જાયો હતો. અહીં એક ટ્રેકટરે અનિયંત્રિત થઇ જતા એક એકટીવાને ટક્કર મારી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે આ એક્ટિવા ચાલાક ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ અંગે કરીએ તો તેમનું નામ ભરત ભાઈ ચમન ભાઈ ઠાકોર છે. તેમની ઉમર 52 વર્ષની હતી. ભરત ભાઈ પાટણના એસ કે બ્લડ બેંક નજીક આવેલા ખેતરવશી વિસ્તારના રહેવાસી હતા. અકસ્માત અંગે જાણ થતા પોલીસે ટ્રેક્ટર ચાલાક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તાપસ શરુ કરી છે. અને અકસ્માત અંગે ભરત ભાઈના પરિવાર ને જાણ કરી હતી. જેના કારણે પરિવારમાં શોક નો માહોલ છે.