સૂરત માં થયો ગંભીર અક્સ્માત કાર ચાલકે ટક્કર મારતા થયું પત્ની નું મોત જેને કારણે પતિ….
મિત્રો આપણે અવાર નવાર અનેક અક્સ્માત ના કિસ્સાઓ જોતાં અને સાંભળતા હોઈએ છીએ આવા અક્સ્માતો માં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે તો ઘણા લોકો ને ઈજા પણ પહોચતી હોઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય માં અક્સ્માત અંગે ના કિસ્સાઓ વધ્યા છે ત્યારે ફરી એક વાર આવોજ અક્સ્માત સામે આવ્યો છે.
આ અક્સ્માત અલથાણ ધીરજ સન્સની પાસે આવેલી ખાડી ઉપર ક્રોસ કરતી વખતે આ અક્સ્માત સર્જાયો હતો. જો આ અક્સ્માત અંગે વિગતે વાત કરીએ તો તે આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના હમીરપૂર જિલ્લામાં આવેલા રામગઢા ગામના રહેવાસી અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા આનંદ હોમ્સના ઘર નંબર 101માં રહેતા વિપુલ શ્રીવાસ્તવ અને તેમની પત્ની સોનમ શ્રીવાસ્તવ સાથે આ અક્સ્માત સર્જાયો હતો.
આ દંપતિ વહેલી સવારે બાઈક ઉપર સુરત રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા. ત્યાંથી તેઓ મુંબઈ જવાના હતા કારણકે સોનમ શ્રીવાસ્તવ નાં હાથપર નાના નાના ચાંદા પડી ગયાં હતા. જેને કારણે તેઓ સારવાર માટે મુંબઈના બોરીવલીમાં જઈ રહ્યા હતા. આ માટે તેઓ સુરતથી રેલવે સ્ટેશન પર બાઈક મૂકી તેઓ અહીંથી ટ્રેન દ્વારા મુંબઈ જવાના હતા.
પરંતુ જ્યારે તેઓ રેલ્વે સ્ટેશન જઈ રહ્યા હતા તે સમયે અલથાણ ધીરજ સન્સની પાસે આવેલી ખાડી ઉપર ક્રોસ કરતા સમયે તેમની બાઈક પરથી તેમનું બેગ પડી ગયું હતું. જેને કારણે સોનમ બહેન બેગ લેવા માટે ગયા. તે સમયે પાછળથી એક કારચાલકે તેમને અડફેટે લીધા હતા. જેને કારણે સોનમ બહેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ અક્સ્માત બાદ તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેઓ જ્યારે હોસ્પિટલ પહોચ્યા ત્યારે ડોક્ટરે જણાવ્યું કે સોનમ બહેન મૃત્યુ પામ્યા છે. હાલ આ અક્સ્માત અંગે જાણ પોલોસ ને કરવામાં આવી છે. અકસ્માતની જાણકારી મળતા પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.