સૂરત માં સર્જાયો મોટો અક્સ્માત અહીં કન્ટેનર ઊંધુ થતાં સિમેન્ટ મિક્સર વાહન પર પડ્યું આ અક્સ્માત માં….
મિત્રો આપણે અવારનવાર અનેક અકસ્માત અંગે ના કિસ્સાઓ જોતા અને સાંભળતા હોઈએ છીએ. આવા અકસ્માતને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા થોડા સમયથી દેશમાં અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે તેવામાં ફરી એકવાર ખૂબ જ કરૂણ અકસ્માત અંગે માહિતી મળી રહી છે આ અકસ્માત સુરત પાસે સર્જાયો છે અકસ્માત વિશે વધુ માહિતી મેળવીએ તો
મળતી માહિતી અનુસાર આ અક્સ્માત મગદલ્લા ના ઓએનજિસિ બ્રિજ પર સર્જાયો હતો. આ અકસ્માત માં એક વ્યક્તિ ને પોતાનો જીવ પણ ગુમવ્વો પડ્યો હતો. મળતી માહિતી મુજબ અક્સ્માત માં જીવ ગુમાવનાર વ્યક્તિ નું નામ પ્રમોદ કુમાર રાજેન્દ્ર કુમાર છે કે જેમની ઉંમર 28 વર્ષ છે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને હાલ મગદલ્લા બંદરે રહેતો હતો.
જો વાત અકસ્માત અંગે કરીએ તો શુક્રવારે સવારે સિમેન્ટ-કોંક્રીટ મિક્સર વાહન લઈને પ્રમોદ કુમાર વેસુ રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે મગદલ્લા બ્રિજ પર ફૂલ સ્પીડ માં આવી રહેલા કન્ટેનર ચાલકે સિમેન્ટ મિક્સર વાહનને ટક્કર મારી હતી જેને કારણે આ અક્સ્માત સર્જાયો હતો. અકસ્માત માં કન્ટેનર મિક્સર વાહન પર ઊંધુ વળી ગયું હતું. આ કારણે મિક્સર વાહનની કેબિન દબાઈ જતાં આ મિક્શર વાહન ના ચાલક પ્રમોદકુમારનું તેજ સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ અકસ્માત સર્જતા અહીંનો રસ્તો જામ થઈ ગયો હતો. અકસ્માત અંગે માહિતી મળતા તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને પલટી ગયેલા કન્ટેનરને ક્રેન દ્વારા બાજુમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાર પછી કટરનો ઉપયોગ કરીને પ્રમોદ કુમારની લાશને કેબિનમાંથી બહાર કાઢવામાં આવી હતી. તેમની લાશને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી અને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!