IndiaReligious

જો તમે પણ આ દિવસે ખરીદો છો સોનું તો સાવધાન! થઇ શકે છે નુકશાન! જાણો સોનું ખરીદવા માટે યોગ્ય સમય અને મેળવો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય શાસ્ત્રો અને ખાસ કરીને ભારતીય જ્યોતિષ શાસ્ત્રો લોકોમાં ઘણા ચર્ચામાં રહે છે કારણ કે આવા શાસ્ત્રો માં માનવ જીવન ને લઈને અમુક એવી બાબતો નો ઉલ્લેખ કે અનુમાન કરવામાં આવે છે કેજે એકદમ ચોક્કસ હોઈ છે અને સાચા પણ હોઈ છે માટે લોકો કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા જ્યોતિષ શાસ્ત્રો નો ઉપયોગ કરે છે અને તેની મદદથી જ આગળ ના કામ કરે છે.

આપણે અહી આજ વિષય માં એક એહેવાલ લાવ્યા છીએ કે જ્યાં સોના અને ચાંદી ઉપરાંત લોખંડ ને લઈને માહિતી મેળવશું કે ક્યાં દિવસે આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. હવે સૌ પ્રથમ જો વાત સોના અને ચાંદી જેવી કિમતી ધાતુ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સોનું અને ચાંદી ઘણા જ મુલ્યવાન છે હાલમાં આ બંને ધાતુ અમીરીની પ્રતિક બની ગાય છે.

લોકો લગ્ન પ્રસંગે અને ખાસ સમયે એક બીજા ને આ કિમતીધાતુઓ આપતા પણ હોઈ છે તેવામાં સૌ કોઈ સોના અને ચાંદી ની વસ્તુઓ ખરીદવા અને તેમાં પૈસા રોકવા માટે ઈચ્છતા હોઈ છે કારણ કે આપણે સૌ તેના મુલ્ય થી વાકેફ છીએ આ ઉપરાંત આપણા દેશમાં સોનું અને ચાંદની ને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી સાથે પણ જોડવામાં આવે છે.

જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં દરેક ધાતુને કોઈને કોઈ ગ્રહનો કારક માનવામાં આવે છે કે જેને વ્યક્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૌ પ્રથમ જો વાત સોના અંગે કરીએ તો તેને સૂર્યનો કારક માનવામાં આવે છે, જયારે વાત લોખંડ અંગે કરીએ તો તેને શનિદેવના કારક માનવામાં આવે છે માટે જ આ ધાતુઓને ગ્રહ અને બુદ્ધિમાન અનુસાર ખરીદવા ફાયદાકારક છે.

જો વાત સોના અને ચાંદી અંગે કરીએ તો સોનું ખરીદવા માટે વર્ષમાં સામાન્ય રીતે બે દિવસ ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે પૈકી એક ધનતેરસ અને બીજો દિવસ અક્ષય તૃતીયા છે. માન્યતા અનુસાર આ દિવસોમાં સોનું ખરીદવા પર દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને ઘરમાં લાવેલી વસ્તુ શુભ સાબિત થાય છે આ ઉપરાંત જો વાત અન્ય દિવસો અંગે કરીએ તો અઠવાડિયા ના અલગ અલાગ દિવસો પૈકી રવિવાર અને ગુરુવાર ના રોજ સોનાની ખરીદી કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે.

રવિવાર અને ગુરુવાર ના દિવસે સોનું ખરીદવાથી ભગવાન સૂર્ય અને માતા લક્ષ્મીની કૃપા પણ મળે છે. જેથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. હવે જો વાત કરીએ કે કયા દિવસે સોનું ન ખરીદવું તે અંગે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સોનું ન ખરીદવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સોનું સૂર્યનો કારક છે જયારે શનિવાર શનિદેવનો દિવસ છે. જેથી કહેવાય છે કે સૂર્ય અને શનિ વચ્ચે ઘણી દુશ્મનાવટ હોય છે, તેવામાં શનિવારે સોનું ખરીદવાથી શનિનો પ્રકોપ થાય છે અને વ્યક્તિને નુકસાન થાય છે.

હવે જો વાત લોખંડ અંગે કરીએ તો તેને શનિદેવનો કારક માનાય છે જેના કારણે લોખંડ ની ખરીદી શનિવારે ન કરવા જણાવવામાં આવે છે એવું કહેવાય છે કે શનિવારે લોખંડ ખરીદવા પર શનિદેવ ક્રોધિત થાય છે. માટે આ દિવસે લોખંડ ખરીદવું નહિ પરંતુ લોખંડની વસ્તુનું દાન કરવું કારણ કે એવી માન્યતા છે કે આ દિવસે કરેલ લોખંડ નું દાન શુભ છે. જેના કારણે વ્યવસાયમાં ફાયદો થાય છે અને વાહન અકસ્માતોથી રક્ષણ મળે છે.

આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લોખંડ શનિદેવનો કારક હોવાથી આ દિવસે લોખંડ ખરીદ્યા પછી તેને ક્યાંક બીજે રાખો અને બીજા દિવસે ઘરે લાવો તો લોખંડ કોઈ નુકસાન કરતુ નથી. જો કોઈ કારણસર તમે શનિવારે લોખંડ ખરીદ્યું હોય તો તેને ઘરે લાવતા પહેલા વિશ્વકર્માની પૂજા કરવી જોઈએ. જ્યારે લોખંડ ખરીદવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના જ્યોતિષીઓ શનિવાર સિવાયનો કોઈપણ દિવસ લોખંડ ખરીદવા માટે યોગ્ય ગણે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *