ભારતમાં બોલીવુડના એક્ટર્સો અને ટીવી સિરિયલના એક્ટર કોઈને કોઈ બાબતે સમાચારોમાં હેડલાઈન બનાવતા હોય છે. ટીવી સિરિયલના અને બોલિવૂડના એક્ટરો પોતાના instagram ઉપર અનેક તસવીરો શેર કરતા ચાહકોને તે ખૂબ જ પસંદ આવતી હોય છે. ટીવી સીરીયલ ની પ્રખ્યાત અભિનેત્રી એટલે દેબીના બેનર્જી.
દેબીના બેનર્જી અને તેના પતિ અભિનેતા ગુર્મિત ચૌધરી હાલમાં માતા-પિતા બની ગયા છે. થોડા સમય પહેલાં દેબીના બેનર્જી એ તેના instagram એકાઉન્ટ ઉપર બેબી બમ્પ સાથે મિરર સેલ્ફી પાડીને ફોટો શેર કર્યો હતો. જેમાં તેને કેપ્શનમાં પોતાના તે દિવસોને ખૂબ જ પડકાર જનક ગણાવ્યા હતા. તેને કહ્યું હતું કે ઘણા સમયથી તે અને પડકારોનો સામનો કરી રહી છે એટલે કે એ સમયે તે પ્રેગ્નેન્ટ અવસ્થામાં હતી.
હાલમાં દેબીના બેનર્જી એ 19 નવેમ્બર 2022 ના રોજ તેને પોતાના instagram એકાઉન્ટ ઉપર નવજાત બાળકી નો ફોટો શેર કર્યો છે. અભિનેત્રી અને તેના પતિ ગુરમીત ચૌધરી સાથે તેની નાની એવી નવજાત પુત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ ફોટો શેર કરતા કેપ્શન માં લખ્યું કે, અને બધું જ મૂલ્યવાન છે જ્યારે તમારું નાનકડો ચમત્કાર તમારા હાથમાં છે હું પહેલા કરતા વધુ મજબૂત અને બહાદુર બની ગઈ છું.
તસવીરોમાં જોવા મળે છે કે દંપતીએ નવજાત બાળકીના સ્વાગત માટે પોતાના ઘર ને ગુલાબી અને સફેદ કલર ના ફુગા થી ખૂબ જ સજાવવામાં આવેલું છે. સાથોસાથ દંપત્તિએ અને તેની નવજાત પુત્રીએ મેચિંગ કપડા પણ પહેરેલા જોવા મળે છે. સાથોસાથ બાજુમાં ગણપતિ બાપા ની પૂજા પણ કરવામાં આવેલી જોવા મળે છે અને પોતાની પુત્રીને આશીર્વાદ અપાવતી જોવા મળે છે. ચાહકોને દેબીના બેનર્જી અને તેને પુત્રી ના ફોટા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!