અભિનેત્રી સોનમ કપૂરે પુત્ર ‘વાયુ’ માટે બનાવી અદ્દભુત આલીશાન નર્સરી તસ્વીર જોઈ ને તમે પણ કહેશો અદ્ભૂત! જુઓ તસ્વીર.
બોલીવુડ ની અભિનેત્રી સોનમ કપૂર 20 ઓગસ્ટના રોજ એક બાળકની માતા બની ચૂકી છે. સોનમ કપૂરે 20 ઓગસ્ટના રોજ તેના પુત્રને જન્મ આપ્યો તેના પુત્ર નું નામ સોનમ કપૂર વાયુ રાખ્યું હતું. સોનમ કપૂરે પોતાના પુત્રને જન્મ આપ્યા બાદ હજુ સુધી પણ પોતાના બાળકનું મોઢું તેના ચાહકોને બતાવવા દીધું નથી પરંતુ સોનમ કપૂર એ હાલમાં તેના instagram એકાઉન્ટ ઉપર પોતાના પુત્ર વાયુ માટે બનાવેલી નર્સરી શેર કરેલી છે.
જેની ઝલક જોઈને તેના ફ્રેન્ડ્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સોનમ કપૂરે નર્સરી ના ફોટા શેર કરીને જે લોકોએ નર્સરી બનાવવામાં મદદ કરી તે લોકોનો ધન્યવાદ કહેલો છે. સોનમ કપૂરે તેના પુત્ર વાયુ માટે બનાવેલી નર્સરી ની વાત કરવામાં આવે તો આ નર્સરી ખૂબ જ આલેશાન રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે. જેમાં નાના બાળક ઉપરાંત મોટા લોકો પણ આરામથી બેસી શકે એટલી જગ્યા મા બનાવવામાં આવેલું છે.
સાથોસાથ તેના પુત્ર વાયુ માટે બનાવવામાં આવેલા બેડ ઉપર રમવા માટેના રમકડા પણ પડેલા જોવા મળે છે. સાથોસાથ નર્સરીની દીવાલો ઉપર ખૂબ જ સુંદર પેઇન્ટિંગ્સ પણ બનાવેલી જોવા મળે છે. નર્સરીમાં ફ્રેશ હવા ના અવરજવર માટે બારીઓનો ઉપયોગ કરવામાં આવેલો છે. હાલમાં સોનમ કપૂરના પુત્ર વાયુના ત્રણ મહિના પૂરા થવા જઈ રહ્યા છે એવામાં સોનમ કપૂરે તેના પુત્ર માટે આ આલેશાન નર્સરી બનાવી છે.
સોનમ કપૂરે નર્સરી ના ફોટા શેર કરતા કેપ્શન માં લખ્યું છે કે ‘તેઓ માટે એક પ્રશંસા પોસ્ટ જેમણે મારી માતા અને મારા બાળક છોકરાને આગમન માટે તૈયાર કરવામાં મદદ કરી છે. વાયુની નર્સરીની ડિઝાઈન, ફર્નીચર, વોલપેપર સહિત રૂમની દરેક વસ્તુ અદ્ભુત છે. આમ આ નર્સરી ના ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અત્યાર સુધીમાં લાખો લોકોએ આ ફોટા ને લાઈક કરી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!