લિવઇન માં રહેતી યુવતી ની લાશ ના 35-ટુકડા કરી 21-દિવસ સુધી જંગલ માં ફેંકતો અફતાબ ક્રૂરતા ની હદ વટાવી ગયો, જાણો.
રોજબરોજ આપણા સમાજમાં હત્યા અને આત્મહત્યાના અનેક બનાવો બનતા હોય છે. પરંતુ સાઉથ દિલ્હીના મહેરોલી માંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં આફતાબ અમીન પુનાવાલા 28 વર્ષ કે જે તેની ગર્લફ્રેન્ડ યુવતી શ્રદ્ધા વોકર 26 વર્ષની સાથે લીવ ઈનમાં રહેતો હતો. શ્રદ્ધા ના પરિવારજનો દ્વારા શ્રદ્ધાને આફતાબ પુનાવાલા સાથે લગ્ન કરવાની ના પાડી હતી ત્યારબાદ બંને લોકો એકબીજા સાથે મુંબઈમાં રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
પરંતુ ઘટના એવી બની કે આફતાબે અને શ્રદ્ધાએ 15 મે ના રોજ છત્તરપુરમાં એક ભાડાનું રૂમ લીધો હતો. પરંતુ 18 મે ના રોજ આરોપીએ શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ આરોપી ખૂબ જ ડરી ગયો હતો. તેને કઈ સૂજી રહ્યું ન હતું આથી તેને અમેરિકાના અનેક ક્રાઈમ શો અને ટીવી સિરિયલો જોવાનું શરૂ કર્યું જે બાદ તેણે બીજા દિવસે બજારમાંથી મોટું ફ્રીજ, પાવડર, ફ્રેશનર વગેરે જેવી વસ્તુઓ લાવ્યો અને એક દિવસ શ્રદ્ધાની લાશને બાથરૂમમાં રાખી.
અને બીજા દિવસે એટલે કે 19 મે ના રોજ તેણે શ્રદ્ધાના શરીરના 35 ટુકડાઓ કરી નાખ્યા. તેને સૌથી પહેલા શ્રદ્ધાના હાથ અને પગ કાપ્યા ત્યારબાદ તેના શરીરના અંગોની પાણીથી ધોઈ નાખતો હતો અને શ્રદ્ધાની લાશના ટુકડાઓને ફ્રિજમાં રાખી મૂકતો હતો. લગભગ આરોપીએ 22 દિવસ સુધી લાશના ટુકડાઓ સાચવી રાખ્યા અને રોજ રાત્રે તે જંગલમાં જતો અને શ્રદ્ધાની લાશના ટુકડાઓ જંગલમાં ફેંકી આવતો હતો.
જંગલમાં આવતા સમયે લોકો તેને પૂછતા હતા તો તે કહેતો હતો કે તે જંગલમાં સોચ્ચ કરવા માટે આવ્યો છે. આ આખી ઘટનામાં શ્રદ્ધાના પરિવાર દ્વારા જાણવા મળ્યું કે આફતાબ અન્ય સમુદાયનો હોવાથી તે લોકો તેના લગ્ન માટે રાજી ન હતા. આરોપી એ શ્રદ્ધાની હત્યા કરીને તેનું instagram એકાઉન્ટ 10 દિવસ સુધી ચાલુ રાખ્યું અને મૃતકના ભાઈનો કોઈ મેસેજ આવે તો તેનો રીપ્લાય પણ આપતો હતો.
પરંતુ આરોપી 10 જૂન પછી મૃતકનું instagram અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. આ પછી શ્રદ્ધાના મિત્રો અને પરિવારજનો ને ચિંતા થતા તે લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ આ આખી ઘટના બહાર આવી હતી. આમ આ ઘટના બનતા તેના ઘેરા પ્રત્યાઘાત પડેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!