લગ્ન ના 11-વર્ષ બાદ પિતા તેની 5-વર્ષીય પુત્રી ને લઇ ને કેનાલ માં કૂદી પડ્યા ! હચમચાવી દેતું કારણ આવ્યું સામે…
ગુજરાત માંથી આપઘાત થવાના કિસ્સાઓ રોજબરોજ સામે આવ્યા જ કરે છે. આપઘાત નું મુખ્ય કારણ પ્રેમ-પ્રકરણ જ હોય છે. એવી જ એક ઘટના કઠલાલ થી સામે આવી છે. જેમાં એક પત્ની તેના પ્રેમી સાથે ભાગી જતા તેના પતિ અને 5-વર્ષ ની બાળકી એ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. વધુ વિગતે જાણવા મળ્યું કે,,,
કઠલાલ તાલુકા ના શાહપુર તાબે ભોઈનાવાડ ગામમાં રહેતા 30-વર્ષીય સંજયભાઈ એ તેની 5-વર્ષ ની પુત્રી સાથે કેનાલ માં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. સંજયભાઈ પરમાર ના લગ્ન કપડવંજ તાલુકા ના મુવાડા ગામે થયા હતા. સંજયભાઈ ની પત્ની પુષ્પા ને તેના ગામમાં રહેતા કૌટુંબિક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આથી બંને અઠવાડિયા અગાઉ ઘરે થી ભાગી ગયા હતા.
સંજયભાઈ અને પુષ્પા ને 10-વર્ષ નો દીકરો અને 5-વર્ષ ની દીકરી છે. સંજયભાઈ ની પત્ની પુષ્પા ને ભગાડી જનાર યુવકે સંજયભાઈ ને ફોન કર્યો હતો અને ફોન માં બને વચ્ચે એવી કંઈક વાત થઇ કે જેથી સંજયભાઈ ને ખુબ દુખ લાગી ગયું હતું. આ બાદ તે દિવસે સંજયભાઈ તેની 5-વર્ષીય પુત્રી ને સ્કૂલે લેવા ગયા હતા. સ્કૂલે લેવા ગયા બાદ પિતા-પુત્રી ઘરે પરત ફર્યા ન હતા.
વધુ શોધખોળ કરતા સંજયભાઈ નું બાયક નર્મદા કેનાલ પાસેથી મળી આવ્યું હતું. સંજયભાઈ અને તેમની પુત્રી શિવાની જે ધોરણ-1 માં અભ્યાસ કરતી હતી. તે બને એ નર્મદા કેનાલ માં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સંજયભાઈ નો પુત્ર 10 વર્ષ નો યુવરાજસિંહ તેના નાના ના ઘરે હતો. આથી તે બચી ગયો હતો. સંજયભાઈ ના લગ્ન ના 11-વર્ષ બાદ પુષ્પા આવી રીતે તેના પ્રેમી સાથે ભાગી જતા સંજયભાઈ ને ભારે દુઃખ થયું હતું.
કેનાલ માં ઝંપલાવ્યા ના 20-કલાક બાદ પુત્રી નો મૃતદેહ મળી આવ્યો હતો. અને પિતા સંજયભાઈ નો મૃતદેહ 24-કલાક બાદ મળી આવ્યો હતો. પરિવાર માં ભારે શોક નું મોજું ફરી વળ્યું હતું. માતા-પિતા અને બહેન ને ગુમાવ્યા બાદ દીકરો પણ નોંધારો થઇ ચુક્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!