ગુજરાતના મોરબી જિલ્લામાં રવિવાર સાંજના રોજ જે દુઃખદ દુર્ઘટના બની તેમાં અનેક પરિવારો તબાહ થઈ ચૂક્યા છે. કોઈના માતા કોઈના પિતા તો કોઈના બાળકો તો કે કોઈનો આખેઆખો પરિવાર તબાહ થઈ ચૂક્યો છે. એવો જ એક પરિવાર કે જે આમાં તબાહ થઈ ચૂક્યો છે તેની વાત જાણીએ તો,
બેંગ્લોરમાં આઇટી ફિલ્ડ સાથે સંકળાયેલા હર્ષ ઝાલાવાડીયા અને તેની પત્ની મીરા દિવાળીનું વેકેશન હોવાને લીધે તેના મૂળ વતન રાજકોટમાં આવ્યા હતા. તેના માસી નું ઘર બાજુમાં આવેલા મોરબી જિલ્લામાં હોવાને કારણે તે લોકો રવિવાર અને ત્યાં ગયા હતા અને રવિવાર સાંજના સમયે પતિ પત્ની સાથે તેમના માસી નો દીકરો પણ આ ઝૂલતા પુર ઉપર મજા માણવા ગયા હતા.
જાણવા મળ્યું કે આમાં દંપતી મોતને ભેટીયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે હર્ષ ઝાલાવાડીયા ને ગંભીર ઈજા ઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેને તેની પત્ની વિશે પૂછ્યું તો તેને ખ્યાલ આવ્યો કે તેની પત્નીનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ હર્ષ ઝાલાવાડીયા બેભાન હાલતમાં ચાલી ગયો હતો.
અને ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આમ આ પરિવાર પણ તબાહ થઈ ચૂક્યો હતો. જ્યારે તેના માસીના પુત્રના પુત્ર નું આ ઘટનામાં બચાવ થયો હતો. આ ઘટના બનતા પરિવારમાં ભારે દુઃખની લાગણી છવાઈ ચૂકી હતી અને આ વાતને લઈને ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ હોસ્પિટલની અને દુર્ઘટના ગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી અને લોકોને સાંત્વના પાઠવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!