Gujarat

ખજુરભાઈ બાદ લોકલાડીલા પોપટભાઈ આહીર પણ બંધાયા સગાઇ ના બંધન માં, જુઓ સગાઇ ની ખાસ તસવીરો.

Spread the love

આપણા ગુજરાતમાં મુખ્ય બે યુવાનો વ્યક્તિ એવા છે કે જેનું સમાજ સેવાનું કાર્ય ગુજરાતના લોકોના મોઢે ખાસ આવતું હોય છે તે બે નામ છે નીતિન જાની એટલે લોકલાડીલા ખજૂર ભાઈ અને બીજું નામ છે પોપટભાઈ આહીર કે જેવો પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા લોકોની ખૂબ મદદ ખૂબ સેવા કરે છે. થોડા સમય અગાઉ નીતિનભાઈ જાનીએ સગાઈ કરી એવામાં હાલમાં પોપટભાઈ ના સગાઈની વાત સામે આવી છે.

એટલે કે લોકોના પ્રિયા વ્યક્તિ એવા પોપટભાઈ પણ સગાઈના બંધનમાં બંધાઈ ચૂક્યા છે જેની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર સામે આવતા સાથે જ લોકો તેમને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવી રહ્યા છે. લોકોમાં પ્રિય પોપટભાઈ આહીર લોકોની ખૂબ જ સેવા કરે છે અને સમાજ સેવામાં તેનું નામ પણ આગળ આવે છે. પોપટભાઈ ફાઉન્ડેશન નામથી તેઓ સંસ્થા ચલાવી રહ્યા છે.

જેની સ્થાપના રજની કટારીયા નામના વ્યક્તિએ કરી હતી. આજે પોપટભાઈ અનેક લોકોની સેવા કરીને ગરીબ નિરાધાર લોકોને મદદ કરે છે અને જેના દ્વારા આશીર્વાદ મેળવે છે. પોપટભાઈના અંગત જીવનની વાત કરવામાં આવે તો પોપટભાઈ નું અસલી નામ રજનીભાઈ છે પરંતુ તેમને ઓળખ પોપટ ભાઈ ના નામથી મળી છે. તેમના નામની પાછળ પણ એક વાત જોડાયેલી છે.

રજનીભાઈ ને નાનપણથી ખૂબ બોલ બોલ કરવાની આદત હતી આથી તેઓના કાકાએ તેમનું નામ પોપટ રાખી દીધું અને ધીરે ધીરે લોકો તેઓને પોપટ ભાઈ ના નામથી ઓળખવા લાગ્યા. તેઓના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓએ ભાવનગરના અનાથ આશ્રમમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ સુરતની પીપી સાયન્સ કોલેજમાં બીએસસી નો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ સમાજસેવા માં પોતાનો મોરચો ખોલી દીધો અને લોકોની ખૂબ જ મદદ કરી રહ્યા છે.

તેઓ પોતાની આવકનો સ્ત્રોત વિડિયો અને પ્રમોશન અને સ્પોન્સરશિપ દ્વારા મેળવે છે અને જેના થકી લોકોને ખૂબ મદદ કરે છે. માત્ર 25 વર્ષના યુવાનનું વ્યક્તિત્વ જોઈને આપણને પણ ગર્વ થતું હોય છે જેના થકી અનેક યુવાનોને પણ પ્રેરણા મળી રહેતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *